સુરેન્દ્રનગરના એસ.પી. હરેશ દુધાત- જિલ્લા પોલીસ દ્વારા સેરેમોનીયલ પરેડ યોજાઇ
ગુજરાતમાં જાહેર થયેલ ચૂંટણીના પૂર્વે સુરેન્દ્રનગર ખાતે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિની સમિક્ષા અને જરૂરી આયોજનના માર્ગદર્શન માટે રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવે ત્રણ દિ’ની ઇન્સ્પેક્શન વિઝીટ કરી જરૂરી સૂચના માર્ગદર્શન આપ્યું હતું.
સુરેન્દ્રનગર જીલ્લામા 60-દસાડા, 61-લીંબડી, 62-વઢવાણ, 63-ચોટીલા, 64-ધ્રાંગધ્રા, એમ કુલ પાંચ વિધાનસભા બેઠકોમા ચુંટણી યોજાનાર છે. જેમાં કુલ બિલ્ડીંગ-94ર, બુથ-1543 માં મતદાન થનાર છે. જેમાં કુલ-541 સંદેવનશીલ બુથ તથા કુલ-1002 બિન સંવેદનશીલ બુથ છે. જે પૈકી જીલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત તથા જીલ્લા કલેકટર કે.સી.સંપતનાઓ દ્વારા જીલ્લાના કુલ-176 સંવેદનશીલ બુથની વીઝીટ કરવામાં આવેલ છે.
સુરેન્દ્રનગર જીલ્લાને ભૌગાલીક દ્રષ્ટીએ, અમદાવાદ, બોટાદ, રાજકોટ, મોરબી, પાટણ, મહેસાણા જીલ્લાની સરહદો સ્પર્શે છે. આદર્શ આચારસંહિતની ચુસ્ત અમલવારીના ભાગરૂપે સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્વારા વિધાનસભા સામાન્ય ચુંટણી દરમ્યાન કોઇપણ પ્રકારની અસામાજીક પ્રવૃતિ ન થાય, ગુન્હાહિત પ્રવૃતિ કાયમી ધોરણે નેસ્તનાબુદ કરવા સતત પ્રયત્નશીલ રહી અસામાજીક ઇસમો દ્વારા અવનવી તરકીબથી અલગ અલગ વાહનો મારફતે જીલ્લામાં પ્રવેશવાના કોઇપણ રસ્તેથી ગે-કા દેશી વિદેશી દારૂનો જથ્થો ધુસાડવાની, તથા ગેરકાયદેસર શસ્ત્રોની હેરાફેરી, કે નશાકારક ચીજવસ્તુઓ ધુસાડવાની ગુન્હાહિત પ્રવૃતિમાં સફળ ન થાય તેના આગોતરા આયોજનરૂપે જીલ્લાની તમામ બોર્ડરો ઉપર, જીલ્લામાં પ્રવેશવાના તમામ રસ્તાઓ ઉપર કુલ-22 ચેકપોસ્ટ કાર્યરત કરવામા આવેલ છે. તમામ ચેકપોષ્ટ ઉપર તંબુ, લાઇટ, પાણી, વાયરલેસ સેટ, બેરીકેટ, સી.સી.ટી.વી. કેમેરા, રીફલેટકર જેકેટ, ટોર્ચલાઇટની પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવી કુલ-138 પોલીસ, હોમગાર્ડ, જી.આર.ડી. કર્મચારીઓનો શીફટવાઇઝ નોકરી બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. આ ચેક પોસ્ટ ઉપર રાઉન્ડ ધ કલોક વાહન ચેકીંગની અસરકારક કાર્યવાહી કરવામાં આવે છે.
સુરેન્દ્રનગરના જવાહર ગ્રાઉન્ડ ખાતે રેજ આઈ.જી અશોક કુમાર યાદવ ની ઉપસ્થિત માં પરેડ નું વહેલી સવાર થી આયોજન કરવા માં આવ્યું છે.આ મામલે જિલ્લા ની પોલીસ દ્વારા પરેડ કરવા માં આવી છે.જિલ્લા ના અલગ-અલગ ડિવિઝનની પલાટુન દ્વારા પરેડ યોજવા માં આવી.પરેડ નિરીક્ષણ સમયે પલાટુન ની ભૂલો પણ રેન્જ આઈ.જી અશોક કુમાર યાદવે કાઢી અને કડક સૂચના આપવા માં આવી.વિધાનસભા ની ચૂંટણી પહેલા 2 દિવસ ની સુરેન્દ્રનગર ની મુલાકાતે છે રેન્જ.આઈ.જી અશોક કુમાર યાદવ.સેરેમોનિયલ પરેડ નું કડક નિરીક્ષણ રેન્જ આઈ.જી દ્વારા કરી અને કડક પોલીસ સ્ટાફ ને સૂચના પણ આપાઇ છે અને વિધાનસભા ની ચૂંટણી માં ચુસ્ત બંદોબસ્ત સાથે કામગીરી કરવા ની રેન્જ આઈ.જી અશોક કુમાર યાદવે જિલ્લા પોલીસ ને સૂચના આપવામાં આવી હતી.