સૌરાષ્ટ્રના પાટનગરમાં દાયકાઓથી વિવિધ પ્રકારના ઉદ્યોગો ધમધમી રહ્યા છે રાજકોટ ના ઉદ્યોગો હવે વિશ્વભરમાં પોતાનો માલ મોકલતા થયા છે રાજકોટની બનેલી ચીજ વસ્તુઓ ચંદ્રમાં સુધી પહોંચી છે અને અવિરત પણે ઉદ્યોગનો વિકાસ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં 7,000 થી વધુ સભ્યો નેટવર્ક ધરાવતા યુનાઇટેડ બિઝનેસ ડેવલપમેન્ટ એસોસિયેશન અને બીએલઆઇ દ્વારા કયા વર્ષની સફળતા બાદ સતત બીજા વર્ષે નાના મોવા સર્કલ ખાતે ત્રિ દિવસીય બિઝનેસ એક્સપો નું રઆયોજન કરવામાં આવ્યું છે આ બિઝનેસ એક્સપોમાં તમામ પ્રકારના બિઝનેસ ટુ બિઝનેસ અને બિઝનેસ ટુ કસ્ટમર ની દિશામાં ઉદ્યોગપતિઓને લાભ થશે
એક્ષ્પોમાં ઇલેક્ટ્રોનિક્સ, હાર્ડવેર, સોફ્ટવેર, જ્વેલરી એફ.એન.સી.જી., મેડિકલ, રીટેલ, પ્રોવાઇડર કંપનીઓના સહિતના સ્ટોલ
યુનાઇટેડ બિઝનેસ ડેવલોપમેન્ટ એસોસીએશન (ઉબડા) તથા બી.એન.આઇ. દ્વારા સતત બીજા વર્ષે આગામી તારીખ 15, 16 અને 17 ડીસેમ્બર 2023 નાનામૌવા સર્કલ, આર.એમ.સી. ગ્રાઉન્ડમાં વ્યવસાયીક એક્ષ્પોનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા બીએનઆઇના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર કશ્યપભાઇ છોટાઇએ જણાવ્યું હતું કે જેમાં 7પ થી વધુ સ્ટોલ ધારકો જોડાશે અને 15 હજારથી વધુ મુલાકાતીઓ આ એક્ષ્પો નિહાળશે. 38 વર્ષે જુની આંતરરાષ્ટ્રીય સંસ્થા બી.એન.આઇ. વેપારી ઉદ્યોગકારો વચ્ચે સેતુ બની એકબીજાના ધંધાનો વ્યાપ વધારે છે. રાજકોટમાં 6 વર્ષથી કાર્યરત બી.એન.આઇ. 500થી વધુ સભ્ય ધરાવે છે. જ્યારે ગુજરાતમાં 7000 સભ્ય અને સમગ્ર ભારતમાં 56000થી વધુ સભ્યોનું જબરૂ નેટવર્ક ધરાવે છે.
રાજકોટ ખાતે યોજાનાર એક્ષ્પોમાં ઇલેક્ટ્રોનિક્સ, ફાઇનાન્સ, લોન સબસીડી, આઇ.ટી. હાર્ડવેર, સોફ્ટવેર, જ્વેલરી, ઓટોમોબાઇલ, ટેક્ષટાઇલ ગાર્મેન્ટ, એફ.એમ.સી.જી., મેડીકલ, રીટેલ, સોલાર, મેન્યુફેક્ચર તેમજ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓના સ્ટોલ ઉપલબ્ધ કરવામાં આવશે. આ એક્ષ્પોમાં વધુમાં વધુ લોકો લાભ લઇ શકે એ માટે શહેરીના રાજકીય, સામાજીક, ધાર્મીક અને વ્યવસાયીક સંસ્થાઓના પ્રતિનીધીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ એક્ષ્પોમાં પ્લેટીનમ સ્પોન્સર તરીકે એલીગન્ટ મોતીલાલ અને ગોલ્ડ સ્પોન્સર તરીકે જે.વી.ગ્રુપ અને સીનર્જી હોસ્પીટલ, સીલ્વર સ્પોન્સર તરીકે ગ્લોબલ પબ્લીસીટી સાથે જોડાયા છે.
આ એક્ષ્પોને સફળ બનાવવા બી.એન.આઇ. રાજકોટના એકઝીકયુટીવ ડાયરેકટર કશ્યપભાઇ છોટાઇ, રાજેશભાઇ સવનીયા, મીહીરભાઇ ભટ્ટ, જતીનભાઇ શાહ, રાજુભાઇ જુંજા, કેવલ્યભાઇ ઝાલા, પરેશભાઇ શીલુ, મહેશભાઇ ભરડવા, જીનીયસભાઇ મૈયડ, દિપકભાઇ કોટક, તુષારભાઇ ઉદેશી સહિતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યાં છે. આ એક્ષ્પોમાં જાહેર જનતાને પધારવા અનુરોધ કરવામાં આવે છે.