મહાત્મા મંદિરે યોજાનાર પ્રદર્શનમાં ૨૦૦ થી વધુ કંપનીઓ લેશે ભાગ: કૃષિ ઉપયોગી ફાર્મ મશીનરી ફાર્મ ઈકવીપમેન્ટ, ટ્રેકટર, ઈરીગેશન, પશુપાલન, ગ્રીનહાઉસ નર્સરી ઉધોગ તેમજ અન્ય ટેકનોલોજીના સ્ટોલ્સ ઉપલબ્ધ હશે
આગામી તા.૧ થી ૩ સપ્ટેમ્બર-૨૦૧૭ દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે એશિયાનું અત્યાધુનિક કૃષિ ટેકનોલોજી પર આધારીત આંતરરાષ્ટ્રીય એગ્રિ એશિયા પ્રદર્શન અને સંમેલન યોજાશે. ગત વર્ષની ભવ્ય સફળતા બાદ આ વર્ષે પણ રેડીકલ કોમ્યુનીકેશનના સહયોગથી એગ્રિ એશિયા કૃષિ પ્રદર્શનનું આયોજન કરાયું છે. આજે આપણો દેશ ખેતી અને કૃષિ ઉધોગની નવી ક્રાંતીને આરે ઉભો છે ત્યારે ખેતીનું ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા, ગુણવતા સુધારવા તેમજ પ્રોસેસીંગ દ્વારા મૂલ્યવર્ધિત આવક વધારવા નવી અદ્યતન ટેકનોલોજીને જાણવી જ‚રી છે. જે આ પ્રદર્શનમાં ઉપલબ્ધ બનશે. આ કૃષિ પ્રદર્શનમાં દેશ-વિદેશની ટોચની ૨૦૦ થી વધુ કંપનીઓના સ્ટોલ્સ હશે. જેમાં કૃષિ ઉપયોગી ફાર્મ મશીનરી, ફાર્મ ઈકવીપમેન્ટ, ટ્રેકટર, ઈરીગેશન, એગ્રીકલ્ચર, પશુપાલન, હોર્ટીકલ્ચર, ગ્રીન હાઉસ, બિયારણ એગ્રો કેમીકલ્સ, નર્સરી ઉધોગ તેમજ અન્ય ટેકનોલોજીના સ્ટોલ્સ ઉપલબ્ધ હશે. આ કૃષિ પ્રદર્શન દ્વારા કૃષક અને વ્યવસાયિકોને દેશ-વિદેશની અદ્યતન ટેકનોલોજીની માહિતીને જોવા જાણવા અને સમજવાની બહુમૂલ્ય તક એક જ છત્ર નીચે મળી રહેશે.
આ એગ્રિ એશિયા પ્રદર્શનમાં ભાગ લેનાર સ્ટોલધારક કંપનીઓને તેમના ઉત્પાદનોના પ્રચાર અને પ્રસાર માટે વિશાળ પ્લેટફોર્મ મળી રહેશે. સમગ્ર ગુજરાત તેમજ અન્ય રાજયોના ખેડુતો સાથે વ્યવસાયિકોને સમન્વય સાધવાની પુરતી તક આ પ્રદર્શન પુરી પાડશે. આ ભવ્ય આયોજનને સુંદર બનાવવાનો શ્રેય રેડીકલ કોમ્યુનિકેશનને જાય છે. ભૂતકાળમાં આવા અનેક આયોજનો તેઓએ કુશળતાપૂર્વક પાર પાડયા છે. આ પ્રદર્શનમાં પ્રવેશ વિનામુલ્યે રખાયો છે. સ્ટોલ રાખવા ઈચ્છુક કંપનીઓ કે એકઝીબીટર વધુ માહિતી માટે રેડીકલ કોમ્યુનીકેશન ઓપ્શન્ઝ કોમ્પલેક્ષ, આઈડીએફસી બેંક સામે, નવરંગપુરા અમદાવાદનો ફોન નં. (૦૭૯) ૨૬૪૦૧૧૦૧-૦૨-૦૩ અને સંપર્ક કરી શકે છે.