સૌરાષ્ટ્રમાં જામનગરમાં ચાર, જૂનાગઢમાં બે અને વેરાવળમાં એક કોરોનાગ્રસ્ત
રાજકોટ જિલ્લામાં ગઈ કાલે સાંજે કોરોનાના ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે આજ સવારે રાજકોટ શહેરી વિસ્તારમાં વધુ ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રેલનગરમાં અગાઉ આવેલી પોઝિટિવ યુવતીના ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલા દંપતીને કોરોનાનો ચેપ લાગ્યો છે. અને નાનામૌવા પાસે પણ એક પ્રૌઢને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં જામનગરમાં ચાર, જૂનાગઢમાં બે અને વેરાવળમાં એક કોરોનાગ્રસ્ત કેસ નોંધાતા સૌરાષ્ટ્રમાં પોઝિટિવ કેસની સંખ્યા ૭૦૦ નજીક પહોંચી છે. અને ૧૭ વ્યક્તિઓનો ભોગ વાયરસે લીધો છે.
રાજકોટમાં શહેરી વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધતી રહી છે. આજ રોજ સવારે અગાઉ રેલનગરમાંથી આવેલા પ્રથમ કોરોના પોઝિટિવ યામિનીબેન ચાવડા અમદાવાદથી આવ્યા બાદ તેમના ક્લોઝ કોન્ટેકટમાં આવેલા લોકોને સમરસ હોસ્ટેલમાં ક્વોરેઇન્ટઇન કરવામાં આવ્યા હતા. જેમાં આજ રોજ રેલનગરમાં રહેતા દંપતીને કોરોનાનો ચેપ લાગતા તેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. વધુમાં શહેરી વિસ્તારમાં પણ નાનામૌવા પાસે સિલ્વર પોઇન્ટ એપાર્ટમેન્ટમાં પ્રૌઢનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જેમની ટ્રાવેલિંગ હિસ્ટ્રી સુરેન્દ્રનગરની હોવાનું જાણવા મળ્યું છે.
રેલનગરમાં બે દિવસ પહેલા અમદાવાદની ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવતા યામિનીબેન ચાવડા કોરોનાગ્રસ્ત જાહેર થતા ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલા લોકોને ક્વોરેઇન્ટઇન કરી રિપોર્ટ કરવામાં આવતા રેલનગર નાથદ્વારા સોસાયટીના અજીતસિંહ પ્રતાપસિંહ પરમાર (ઉ.વ.૫૬) અને તેમના પત્નિ મીનાબેન (ઉ.વ.૫૧)ના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. જ્યારે નાનામૌવા પાસે સિલ્વર પોઇન્ટમાં રહેતા રાજેન્દ્રભાઇ પટેલ (ઉ.વ.૫૪)ને પણ શંકાસ્પદ લક્ષણના આધારે સેમ્પલ મેળવી ટેસ્ટ કરાવતા તેઓને પણ કોરોના સંક્રમણ હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટની સિવિલ હોસ્પિટલમાંથી તબીબો અમદાવાદ ફરજ બજાવવા જતા બે મહિલા તબીબ અગાઉ કોરોના પોઝિટિવ આવ્યા બાદ હાલ અમદાવાદથી પરત ફરેલી તબીબોની ટિમ માંથી એક મહિલા કોરોના સંક્રમણમાં આવી છે. જ્યારે અન્ય બે તબીબને પણ કોરોનાના લક્ષણ જણાતા તેઓને આઇસોલેટ કરી સેમ્પલ મેળવી લેબમાં મોકલવામાં આવ્યા છે.
ગઈ કાલે સાંજના સમયે પણ રાજકોટમાં કોરોનાં કેસના ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં બે પોઝિટિવ દર્દીઓને અમદાવાદ ની ટ્રાવેલિંગ હિસ્ટ્રી જોવા મળી છે. અને ગ્રામ્ય વિસ્તારમાં કાંગસિયાડી ગામની મહિલા જૂનાગઢ પિયર ગઈ હતી. જ્યાં સામેલ લોકોમાં બે અમદાવાદના વ્યક્તિઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો અને જેનો ચેપ કાંગસિયાળીની મહિલાને પણ લાગતા તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. રાજકોટ શહેરી વિસ્તારમાં કુલ ૯૯ અને ગ્રામ્ય વિસ્તારમાં ૪૮ કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે.
સૌરાષ્ટ્રમાં લોકડાઉનની આંશિક છુટછાટ બાદ કોરોના વાયરસનો ફેલાવો સંદનતર વધતો રહ્યો છે. જામનગરમાં પણ ગઈ કાલે એક સાથે ચાર કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ઘાંચીવાડ સૈયદ ફડી વિસ્તારમાં ફરીદાબેનનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. લાલપુરમાં ૫૫ વર્ષના મહિલા, સતાપરની ૨૩ વર્ષની યુવતી અને ૨૬ વર્ષીય તબીબને પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.
અન્ય જિલ્લા જૂનાગઢમાં પણ એક દિવસમાં વધુ ને કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. મૂળ અમદાવાદ રહેતા અને હાલ ભૈયાજીની વાડી માં રહેતા ૪૦ વર્ષીય મહિલા અને મધુરમ સોસાયટી પાસે એક ૬૫ વર્ષીય વૃદ્ધાને પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.જ્યારે વેરાવળમાં ખડખડ શેરી નમ્બર ૧ના કૃષ્ણનગરમાં રહેતા ૫૫ વર્ષના પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેની ટ્રાવેલિંગ હિસ્ટ્રી અમદાવાદ હોવાની જાણવા મળ્યું છે.