રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના ગૌરવ સમાન શ્રી પંચ અગ્નિ અખાડાના સભાપતિ તરીકે વરાયેલા પૂ. મુકતાનંદ બાપુ, સૌરાષ્ટ્રના અગ્રણી કેળવણીકાર ગીજુભાઈ ભરાડ અને સાંદીપની આશ્રમ પોરબંદરનાં પ્રણેતા તથા સુપ્રસિધ્ધ કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનું ૪૫ જ્ઞાતિ સંસ્થાઓ દ્વારા થશે સન્માન
સમસ્ત રાજગોર બ્રાહ્મણ સમાજ અને સાથે જોડાયેલી વિવિધ ૪૫ જેટલી જ્ઞાતિ સેવા સંસ્થાઓ આગામી તા.૨૩ને શનિવારે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટના એક વિશિષ્ટ કૃતજ્ઞતા અભિવ્યકિત સમારંભ ઉજવવામાં આવનારો છે. રાજગોર, સમાજ, સમાજના અગ્રણી બનીને માર્ગદર્શન તથા હૂંફ આપનારા પોતાના મોભીઓ પ્રત્યે હૃદયની લાગણીઓ વ્યકત કરવા ‘સન્માન સમારંભ અને ભાવવંદના’ કાર્યક્રમનું આયોજન કર્યું છે. જેમાં પૂ. મુકતાનંદબાપુ, ગિજુભાઈ ભરાડ અને પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા પ્રત્યે રાજગોર સમાજ વંદનીય ભાવે તેઓનું સન્માન કરી ઋણ સ્વીકાર કરે છે.
પૂ. મુકતાનંદ બાપુ (ચાંપરડા સુરેવ ધામ આશ્રમ) તાજેતરમાં શ્રી પંચ અગ્નિ અખાડાના સભાપતિ તરીકે અને અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ તરીકેની સન્માનનીય નિયુકત પામ્યા છે. તે અવસરનો હર્ષ વ્યકત કરવા તથા રાજગોર સમાજ પ્રત્યે સદાય આધ્યાત્મિક શૈક્ષણીક અને સેવાલક્ષી એમ અનેક રીતે એક મહાન ઉદ્વારકની ભૂમિકા અદા કરનારા પૂ. મુકતાનંદ બાપુનું રાજગોર સમાજ સદગુ‚નું જાહેર સન્માન કરશે.
ઉપરાંત સૌરાષ્ટ્રના હજારો વિદ્યાર્થીઓને ટેકનીકલ અને મેડિકલ વિદ્યાશાખા તરફ અભિમુખ કરી ગુજરાતમાં કેળવાયેલા માનવીય હૃદય ધરાવતા અનેક ડોકટરો અને એન્જિનીયરોનાં આદિસદગુરૂ એવા સુપ્રસિધ્ધ કેળવણીકાર ગીજુભાઈ ભરાડે રાજગોર સમાજ તરફ સદય દાખવેલા સખાવતી અભિગમ તથા ઉચ્ચ શૈક્ષણીક માર્ગદર્શન બદલ સમાજ તેઓનું બહુમાન કરશે. આધુનિક ગણીત વિજ્ઞાન શિક્ષણનાં આધપ્રવર્તક એવા ગિજુભાઈ ભરાડે રાજગોર સમાજને આપેલા અમૂલ્ય યોગદાન બદલ સમાજ આ અવસરે ગૂ‚વંદના કરશે.
પોરબંદરના સાંદીપનીશ્રમ પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા છેલ્લા અનેક દાયકાઓથી સમગ્ર બ્રહ્મ સમાજની વર્તમાન અને નવી પેઢીના ભારતીય સંસ્કૃતિ પ્રમાણેના ઘડતરા કરવામાં વિશિષ્ટ પ્રદાન છે. પૂ. ભાઈશ્રીએ શ્રીમદ્ ભાગવતની અમૃતધારા સાથે હૃદયના વાત્સલ્યનો સાથે બ્રહ્મ સમાજ પર અભિષેક કર્યો છે. બ્રહ્મ સમાજ આપ્રસંગે તેઓના પ્રત્યે ભાવવંદના વ્યકત કરશે. આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન મહાનુભાવોનાં પરિચયકર્તા તરીકે જાણીતા હાસ્ય કલાકાર સાંઈરામ દવે, મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ તેમજ મેંદરડાના સંત ભકિતસ્વામી સેવાઓ આપનારા છે.
આ સમગ્ર કાર્યક્રમ, અક્ષર પુ‚ષોતમ સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ ખાતેનાં વિશાળ સભામંડપમાં યોજવામા આવ્યો છે. સવારે આઠ વાગ્યે મહાનુભાવોનું સામૈયું કોટેચા ચોકથી શ‚ થશે જેમાં હજારો રાજગોર સમાજના આગેવાનો, કાર્યકરો અને વિવિધ સંસ્થાઓનાં પદાધિકારીઓ સહિત બહોળો લોકસમુદાય જોડાશે. સૌરાષ્ટ્રના ધાર્મિક, સાંસ્કૃતિ તથા શૈક્ષણીક અને કલાસાહિત્ય ક્ષેત્રનાં નામાંકિત સુજ્ઞજનો પણ આ સમારંભમાં ઉપસ્થિત રહેશે. સમગ્ર રાજગોર સમાજ કાર્યક્રમને સફળતા અર્પવા માઈકોપ્લાનીંગ કરી આયોજન કરી રહ્યા છે.
ગીજુભાઈ ભરાડનું શૈક્ષણિક ઉપરાંત સમાજ સેવા ક્ષેત્રમાં પણ આગવું યોગદાન
સૌરાષ્ટ્રમાં શિક્ષણ હબ તરીકે ઉપસી આવેલા રાજકોટમાં શિક્ષણ સેવાનો પાયો નાખનારાઓમાંના એક એટલે ગીજુભાઈ ભરાડ ગીજુભાઈ ભરાડે ૧૯૬૧માં રાજકોટ સરસ્વતી કલાસીસનો પ્રારંભ કરીને હજારો વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ગણીતનું જ્ઞાન આપીને સાયન્સ ફેકલ્ટીમાં આગળ વધવા માર્ગદર્શન આપ્યું હતુ તેમને સાયન્સ ક્ષેત્રે પ્રારંભ કરેલા શિક્ષણયજ્ઞના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરનાં વિદ્યાર્થીઓમાં સાયન્સ ફેકલ્ટીની જોડાવવાની ઉત્સુકતા વધવા લાગી હતી જેના કારણે આજે ભરાડ સાહેબ પાસેથી જ્ઞાન મેળવનારા સૌરાષ્ટ્રના હજારો વિદ્યાર્થીઓ ઉચ્ચ હોદાઓ પર બિરાજયા છે. તેમ રાજગોર જ્ઞાતિના આગેવાન ભરતભાઈ જોષીએ જણાવ્યું હતુ.
શહેરમાં ૧૯૫૬માં બનેલી રાજગોર બ્રાહ્મણ બોર્ડીંગમાં પ્રથમ વિદ્યાર્થી તરીકે રહીને અભ્યાસ કરનારા ભરાડ સાહેબે આ બોર્ડીંગમાં ગૃહપતિ તરીકે સેવાઓ આપી હતી એટલું જ નહી રાજકોટ જ્ઞાતિની મહિલાઓ ઉચ્ચ શિક્ષણ મેળવતી થાય તે માટે રાજકોટમાં બનેલી મણીમા ક્ધયા છાત્રાલય સ્થાપવામાં ગીજુભાઈ ભરાડનો સિંહફાળો હતો.
શિક્ષણને સેવાનું માધ્યમ ગણીને ભરાડ સાહેબે કદી નિશ્ચિત ફીની માંગ કર્યા વગર સરસ્વતી કલાસીસ દ્વારા હજારો વિદ્યાર્થીઓને જ્ઞાન આપ્યું છે. તેમને કદી કોઈપણ જ્ઞાતિ જાતીના ભેદભાવવગર વિદ્યાર્થીઓ પાસે બાકી ફીની ઉઘરાણી પણ કરી નથી. અને જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને પોતાના ખર્ચે રહેવા જમવાની વ્યવસ્થા પણ કરી આપી છે.
ગીજુભાઈ શિક્ષણની સાથે સમાજ સેવાના ક્ષેત્રમાં લાંબા સમયથી કાર્યરત છે. તેઓ જ્ઞાતિની વિવિધની સંસ્થાઓમાં સક્રિય રીતે હોદેદાર તરીકે કાર્યરત રહ્યા છે. સાથે સાથે જ્ઞાતિબંધઉઓમાં ભાવમય બનાવશે. જયારે, રાજગોર જ્ઞાતિના વિકાસ માટે અનેક સંસ્થાઓ કાર્યરત છે. જેથી દરેક સંસ્થાઓને અલગ અલગ કામગીરી સોંપવામાં આવી છે. તેમ જણાવીને જતીનભાઈ ભરાડે ઉમેર્યું હતુ કે જ્ઞાતિમાં કુરીવાજો, વ્યસનો, દુષણ દર થાય તે માટે આ મંડળો સતત પ્રયાસો કરવામાં આવે છે.
ઉપરાંત સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે, જરૂરીયાતના સમયે મેડીકલની સારવાર માટે આર્થિક સહયોગ મળી રહે, લગ્ન ઈચ્છુક યુવાન યુવતીઓને યોગ્ય જીવનસાથી મળી રહે તે માટે વૈવિશાળ પસંદગી મેળા સહિતની વિવિધ સમાજસેવાઓ સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા અવિરત કરવામાં આવે છે. આ તમામ સંસ્થાઓનો ઉદેશ્ય જ્ઞાતિજનોનો સર્વાંગી વિકાસ જ છે.