રાજ્યભરમા બાળકો ઉઠાવી જનાર ગેંગની અફવાએ સમગ્ર લોકોને વિચારતા કરી દીધા છે ત્યારે ધ્રાગધ્રા શહેરમા ગત ગુરુવારે ત્રણ બાળકો સાંજના સમયે ગુમ થવાનો કિસ્સો પ્રકાશમા આવતા બાળકોના પરીશારજનોના માથે આભ ટુટી પડ્યુ હોય તેવી પરીસ્થિતી ઉદભવી હતી તેવામા ગુરુવારે સાંજે 6:00 વાગ્યાના સમયથી ગુમ થયેલા ધ્રાગધ્રા શહેરમા રહેતા ત્રણ પરીવારના બાળકો રાત્રી સુધી ઘરે પરત નહિ ફરતા તેઓના પરીવારજનો દ્વારા તપાસ શરુ કરી હતી જ્યારે તપાસના અંતે બાળકો નહિ મળતા ત્રણેય પરીવારના લોકો ધ્રાગધ્રા સીટી પોલીસ સ્ટેશને દોડી ગયા હતા જ્યા ત્રણેય બાળકો ગુમ થયાની જાણવા જોગ અરજી આપી હતી અરજીના પગલે પોલીસે પણ સમગ્ર જીલ્લાને ધમરોળ્યુ હતુ .
પરંતુ આજે દિવસભર તપાસ કરતા બાળકોનો પત્તો લાગ્યો ન હતો અંતે મોડી સાંજે 7:00 વાગ્યાના સમયે અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશનથી આ ત્રણેય બાળકો હોવાની વિગત પ્રાપ્ત થતા બાળકોના પરીવારજનોને આશા બંધાઇ હતી આ જ્યારે બાબતે મળતી માહિતી મુજબ ત્રણેય બાળકો પોતાની જાતે જ ઘરેથી ચાલ્યા ગયા હોય અને મુંબઇ જવા માટે અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશન પાસે જોવા મળતા રેલ્વે પોલીસ દ્વારા શંકાસ્પદ બાળકોને જોતા તેઓની પુછપરછ કરતા તેઓએ ધ્રાગધ્રાના વતની હોવાનુ જણાવ્યુ હતુ જેથી તુરંત ધ્રાગધ્રા સીટી પોલીસનો સંપકઁ કરતા ખરેખર આ બાળકો ધ્રાગધ્રા ગત દિવસે ગુમ થયેલા હોવાનુ જાણવા મળ્યુ હતુ જેથી સીટી પોલીસની એક ટીમ તથા બાળકોના પરીવારજનો અમદાવાદ બાળકોનો કબ્જો મેળવવા માટે રવાના થઇ હતી. જ્યારે મોડી રાત્રે બાળકોનો કબ્જો લઇ બાદમા સ્થાનિક પોલીસની ટીમે ત્રણેય બાળકોને પોત પોતાના પરીવારને સોપતા અંતે પરીવારજનો દ્વારા રાહતનો શ્વાસ લીધો હતો.