સમાધાન દરમિયાન આહિરનાં બે જુથ વચ્ચે ધિંગાણું ખેલાયું ‘તુ
મોરબી-માળીયા માર્ગ પર આવેલા બહાદૂરગઢ ગામ નજીક નજીવી બાબતે થયેલા ઝઘડાના સમાધાન દરમિયાન આહિર પરિવારના બે જુથ વચ્ચે ખેલાયેલા ધિંગાણામાં એક યુવકની હત્યાના ગુનામાં જેલ હવાલે રહેલા બે સગાભાઈને હાઈકોર્ટ બચાવ પક્ષની દલીલ ધ્યાને લઈને જામીન પર મૂકત કરતો હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ મોરબી પંથકમાં રહેતા અને મોરબી રોડ પર આવેલા બહાદૂરગઢ રોડ પર ગત તા.૧.૧૧.૧૭નારોજ દિનેશ મકવાણા કાર લઈને નીકળેલો ત્યારે કાનાભાઈ ચાવડાએ કારને અટકાવી કોઈ મુદે બંને વચ્ચે ઝઘડો થયો હતો.
બાદ કાનાભાઈ એ થયેલા ઝઘડાના સમાધાન માટે દિનેશ મકવાણાને હાઈવે પર આવેલી પંજાબી ઢાબે બોલાવેલ ત્યારે ચાવડા અને મકવાણા જુથ વચ્ચે તિક્ષણ હથીયાર વડે ધિંગાણું ખેલાયું હતુ. જેમાં રાજકોટના જીજ્ઞેશ નામના યુવકને ગંભીર ઈજા પહોચતા સારવાર દરમિયાન મોત નિપજયું હતુ અને બનાવ હત્યામાં પલ્ટાયો હતો.
પોલીસે બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધી હતી જેમાં ચાવડા જૂથ સામે હત્યા અને હત્યાની કોશિષનો ગુનો નોંધી હત્યરાજા ધરપકડ કરી હતી.
જીજ્ઞેશની હત્યા અને કારને સળગાવી ગાડી બાળી નાખવાના ગંભીર ગુન્હામાં મોરબી પોલીસે પકડેલા બહાદૂર ગઢના ત્રણ સગા ભાઈઓ કાના વાઘા ચાવડા, ચંદુ વાઘા ચાવડા તથા દીનેશ વાઘા ચાવડાની મોરબીની સેશન્સ કોર્ટે જામીન અરજી નામંજૂર કરી હતી.
બાદ ત્રણેય ભાઈએ હાઈકાષર્ટમાં જામીન અરજી કરી હતી જેમાંબચાવ પક્ષે રોકાયેલા અભય ભારદ્વાજની એવી રજૂઆત પણ હતીકે મોરબી પોલીસે સત્ય અને તટસ્થ તપાસ નથી કરી ખરેખર તો બપોરનાં ઝઘડાને અનુસંધાને મકવાણા જુથ ચાવડા જુથના જે મળે તેને મરી નાખવાના ઈરાદે જ રાત્રે છષક રાજકોટથી જીજ્ઞેશને બોલાવીલઈને હથીયારો સાથે પંજાબી ઢાબે આવેલા પરંતુ મારવા આવ્યા અને માર ખાઈ ગયા તેવો તાલ મકવાણા જૂથ માટે સર્જાયો હતો. હથીયાર ધારી જૂથો વચ્ચે થયેલી અથડામણમાં જામીન તબકકે પણ કોણ આક્રમણખોર હતુ તે ધ્યાને લેવું પહે અને હત્યાના આરોપીને પણ સ્વબચાવનો લાભ આપવો તેવી બચાવ પક્ષની દલીલ માન્ય રાખી ત્રણેયભાઈને હાઈકોર્ટે જામીન મંજૂર કરતો હુકમ કર્યો છે.
હત્યાના ગુનામાં જામીન મૂકત ચાવડા જુથનો બચાવ રાજકોટના ધારાશાસ્ત્રી અભય ભારદ્વાજ, દિલીપ પટેલ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, કલ્પેશ નશીત, અમૃતા ભારદ્વાજ અને ગૌરાંગ ગોકાણી રોકાયા છે.