૧૭૭૮ બોટલ દારૂ કાર અને મોબાઇલ મળી રૂ ૪.૮૦ લાખનો મુદામાલ કબ્જે

અમદાવાદ-રાજકોટ ધોરી માર્ગ પર આવેલા ચોટીલામાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે પોલીસે ત્રણ બુટલેગરન. રૂ ૪.૮૦ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત ચોટીલામાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે ચોટીલા પોલીસના એએસઆઇ કેતનભાઇ ચાવડા સહીતનો સ્ટાફે દુધેલી રોડ પર વોચમાં હતો તે દરમિયાન ત્યાંથી પસાર થતી કાર શંકાસ્પદ જણાતા તેની રોકી કરી તલાસી લેતા વિદેશી દારુ મળી આવ્યો હતો.

કારમાં બેઠેલા ચોટીલાના નાગરાજ બહાદુર કાઠી અને અકબર સુલેમાન માણેક તેમજ બોટાદના નાગદપર ગામના નાગરાજ કાઠીને ઝડપી લીધા હતા પોલીસે રૂ ૧,૭૫,૮૦૦ ની કિંમતના વિદેશી દારુના ૧૭૭૮ નંગ ચપલા એક મોબાઇલ અને કાર મળી કુલ રૂ ૪,૭૯,૮૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો.

એએસઆઇ શેખે ત્રણેય બુટલેગર સામે ગુનો નોંધી દારુ કયાથી આને કોના માટે લાવ્યા હોવાની પુછપરછ આદરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.