ચાલુ કારે માથાકુટ કરી બુટલેગર દારૂના જથ્થા સાથે ભાગી ગયા
કોડીનારમાં દારૂનો જથ્થો લઈને આવતા બુટલેગરને કારમાં પકડી પોલીસ સ્ટેશન લઈ જતી વેળાએ બુટલેગરોએ પોલીસ કર્મી પર જાહેર રોડ ઉપર ગાળોભાંડી હુમલો કરી પોલીસ કર્મીને માર મારતા પોલીસની આબરૂના ધજાગરા થતા આ ઘટના ટોક ઓફ ધી ટાઉન બની છે.
કોડીનાર પોલીસ સ્ટેશનના છાછરબીટના પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈને વેલણ તરફથી અલ્ટો કાર દા‚ ભરીને કોડીનાર તરફ આવી રહી હોવાનીબાતમી મળતા આ અંગે પ્રકાશભાઈએ હામલી સમન્સ પાઠવવા ગયેલા પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહનેફોન કરી આ અલ્ટો કારને રોકાવી તલાશી લેવાનું કહેતા દામણી ગામના પાટીયાથી આ કાર ઝડપથીનીકળી ગઈ હતી. આ અંગે પ્રકાશભાઈને જાણ કરતા કોન્સ્ટેબલ અને અનાર્મપોલીસ કોનસ્ટેબલ વિજય અરજણભાઈ ડોડીયાએ કોડીનાર શહેરમાં છારા ઝાંપાથી આ અલ્ટો કારનો પીછોકરી હરીઓમ ચોકી પાસે આ કારને રોકાવતા કાર ચાલક કુશ અરસી કામળીયા સહિત અન્ય કારમાં બેશખ્સો બેસેલા હતા.
કારને પોલીસ સ્ટેશન લઈ જતીવખતે પોલીસ કોન્સ્ટેબલ વિજય ડોડીયાએ કારમાં બેસી પોલીસ સ્ટેશન લઈ જઈ રહ્યા હતા ત્યારે શિંગોડાન પાસે ચાલક કુશ કામળીયાએ ગાડી નદીના ભાગે વાળવાનો પ્રયત્ન કરતા પોલીસ કર્મીએ તેને તેમ કરતા રોકતા કાર રોકાઈ જતા ત્યાં શૈલેષ જગુ અને અન્ય ત્રણ ચાર અજાણ્યા શખ્સોએઆવી ગાડી ચેક નહીં કરવાના અને આ લોકોને ભગાડી જવા માટે પોલીસ કોન્સ્ટેબલ વિજય ડોડીયાને પકડી ઢીકા પાટુનો માર મારી ગાળો ભાંડી હતી.
આ સમયે પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ પણ આવી જતાઆ લોકોએ તેમની સાથે પણ ઝપાઝપી કરતા આ દરમિયાન કારના ચાલક અને કારમાં બેસેલા બે શખ્સોકાર લઈને ભાગી ગયા હતા. જયારે અન્ય પોલીસ ઘટના સ્થળે દોડી જતા શૈલેષ જગુને પકડી પાડી પોલીસ સ્ટેશને લઈ ગયા હતા.આ સમગ્ર ઘટના અંગે પોલીસ કર્મીએ કારના ચાલક સહિત છ શખ્સો સામે ફરજમાં‚ કાવટ કરી ગાળો ભાંડી ઢીકા પાટુનો મારમાર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કોડીનાર પોલીસનાબે કર્મીઓને માર મારી ત્રણ બુટલેગરો ફરાર થઈ ગયાનું પોલીસમાં નોંધાયું છે.