નગરપાલિકાની ચૂંટણીઓ બાદ રાજ્યની બે જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી માટે 21 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાયું હતું. તાલુકા પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 53 ટકા મતદાન થયું હતું. તો જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 51 ટકા મતદાન નોંધાયું હતું. જેની આજે મતગણતરી હાથ ધરવામાં આવી છે. બે જિલ્લા પંચાયતોમાં બનાસકાંઠા જિલ્લાની 66 સીટો અને ખેડા જિલ્લાની 44 સીટો પર મતદાન યોજાયું હતું. તેમાંથી બનાસકાંઠા જિલ્લાની એક સીટ બિનહરિફ થઈ છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં બીજેપી કરતા કોંગ્રેસ આગળ ચાલી રહી છે. જ્યારે ખેડા જિલ્લા પંચાયતની 44 બેઠકો માંથી 29 બેઠકોના પરિણામો જાહેર થઈ ગયા છે. જેમાં 19 પર બીજેપીનો અને 10માં કોંગ્રેસનો વિજય થયો છે.
જિ.પં.ની પાંચ બેઠકોની પેટા ચૂંટણીમાં બીજેપી આગળ
આ સિવાય જિલ્લા પંચાયતની 5 બેઠકોની પેટા ચૂંટણીમાં ભાજપને 3 અને કોંગ્રેસને 2 બેઠક મળી છે. આ પહેલા કોંગ્રેસ પાસે 3 બેઠક હતી, આમ બીજેપીએ 1 બેઠક વધુ જીતી હતી. જેમાં
તાપી, સુરેન્દ્રનગર અને ભાવનગરમાં બીજેપી જ્યારે આણંદ અને ભરૂચમાં કોંગ્રેસ જીતી છે.
બનાસકાંઠા અને ખેડા જિલ્લા પંચાયતના પરિણામ
ખેડા જિલ્લા પંચાયતની મહીજ બેઠક પર ભાજપની જીત
કાંકરેજ જિલ્લા પંચાયતની કંબોઈ સીટ પર કોંગ્રેસનો વિજય
દાંતા જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય
દાંતા: જિલ્લા પંચાયતની કુલ પાંચ બેઠકમાંથી બે બેઠક કોંગ્રેસના ફાળે
ખેડા જિલ્લા પંચાયતની માતર તાલુકાની લીંબાસી બેઠક પર ભાજપના ઉમેદવારની જીત
બનાસકાંઠા જિલ્લા પંચાયતની અત્યાર સુધીમાં 3 કોંગ્રેસ અને માત્ર 1 ભાજપના ફાળે