સાબરકાંઠામાં ફરી તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે જ્યાં શહેરના ત્રણ એટીએમમાં તસ્કરો રોકડ રકમ લઈને નાસી ગયા હતા. મળતી માહિતી મુજબ વડાલી શહેરમાં એક જ રાતમાં બે ATMને ચોરોએ નિશાન બનાવ્યા હતા. શિયાળાની કડકડતી ઠંડીમાં ડોભાડા ચોકડી અને વડાલી શહેરમાં આવેલ SBIનાં ATM મશીન તોડી રોકડ રકમ લઇ ચોર ટોળકી નાસી ગઈ હતી. ATM તૂટ્યું ત્યારે સિક્યુરિટી ગાર્ડ કયા હતા એક મોટો સવાલ છે. ત્યારે વડાલી પોલિસે ધટના સ્થળે પહોંચી CCTVની મદદ લઈ ચોરોની ટોળકીને જેલ હવાલે કરવાના ચક્રો ગતીમાન કર્યા છે.
ઇડરમાં ATM તોડી લાખોની ચોરી
સાબરકાંઠા જિલ્લાનાં ઇડરમાં પણ ATM તોડીને લાખોની ચોરી થયાની ઘટના સામે આવી છે. ઈડર રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ IDFC બેન્કનું એટીએમ તોડી લાખોની ચોરીને અંજામ આપી ચોર ટોળકી હાલ ફરાર છે. સવારના ચાર વાગ્યાની આસપાસ IDFC બેંકના ATMને નિશાન બનાવતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. બેંક મેનેજર પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી છે.
હાઈવે રોડ પર આવેલ IDFC બેંકના ATMને નિશાન બનાવતા પોલીસ સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે ત્યારે વડાલીમાં પણ કડકડતી ઠંડીમાં ચોર એટીએમ તોડીને નાસી જતા સિક્યુરીટી ગાર્ડ પર સવાલો ઉઠ્યા છે. ATM તૂટ્યું ત્યારે સિક્યુરિટી ગાર્ડ કયા હતા એ એક મોટો પ્રશ્ન છે. હાલ પોલીસે આ ટોળકીને પકડી પાડવા પોતાના ચક્રો ગતિમાન કર્યા છે. ૩ બેંકના એટીએમમાં ચોરી થવાની ઘટના એક બીજા સાથે જોડાયેલી છે કે કેમ તે જોવાનું રહ્યું !!!