અબતક, મુંબઇ

મુંબઇના જવાહરલાલ નહેરૂ પોર્ટ પરથી ડીઆરઆઇની ટીમને રૂા.2 હજાર કરોડના હેરોઇનના જંગી જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી લેવામાં સફળતા મળી છે. હેરોઇનનો જથ્થો ઇરાનથી મોકલવામાં આવ્યું હોવાથી અને પંજાબ લઇ જવાનું હોવા સહિતની કેટલીક સ્ફોટક વિગતો ડીઆરઆઇની ટીમની તપાસમાં સામે આવતા નાર્કોટીંક સેલ, કસ્ટમ અને ડીઆરઆઇની ટીમ દ્વારા જીણવટભરી તપાસ હાથધરવામાં આવી છે.

દિલ્હી એરપોર્ટ પરથી 126 કરોડના હેરોઇન સાથે દક્ષિણ આફ્રિકાના બે શખ્સો પકડાયાના પગલે ડીઆરઆઇએ મુંબઇ એરપોર્ટ પર પકડયું ડ્રગ્સ રેકેટ

દિલ્હી એરપોર્ટ પરથી ગત તા.28 જુને 126 કરોડની કિંમતના હેરોઇન સાથે દક્ષિણ આફ્રિકાના બે શખ્સોને કસ્ટમના અધિકારીઓએ ઝડપી લીધા હતા. બંને આફ્રિકન શખ્સોની પૂછપરછ દરમિયાન હેરોઇનનો જથ્થો મુંબઇના જવાહરલાલ નહેરૂ પોર્ટ પરથી લાવ્યા હોવાની કબુલાત આપી હતી. મુંબઇ પોટ4 પર ઇરાનથી આવેલા ક્ધટેનરમાં રહેલા પથ્થરની આડમાં હેરોઇન છુપાવી ભારતમાં ઘુસાડવામાં આવ્યાની આપેલી કબુલાતના પગલે નવી દિલ્હી કસ્ટમ અધિકારીઓએ મુંબઇ કસ્ટમના ડાયરેકર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સને આ અંગેની માહિતી આપી સાવચેત કર્યા હતા.

નવી દિલ્હી કસ્ટમ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતીની આધારે મુંબઇ ડીઆરઆઇની ટીમ દ્વારા હેરોઇન અંગેના ક્ધટેનરની તપાસ કરતા ઇરાનથી આવેલા બે ક્ધટેનરમાંથી રૂા.2 હજાર કરોડની કિંમતના 23 કિલો હેરોઇનનો જંગી જથ્થો મળી આવતા ડીઆરઆઇનો સ્ટાફ ચોંકી ઉઠયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સૌથી મોટી કિંમતનો ડ્રગ્સનો જથ્થા સાથે મધ્ય પ્રદેશના બે શખ્સો અને પંજાબના સપ્લાયર પ્રભજીતસિંધની ધરપકડ કરી છે.

મધ્યપ્રદેશ અને પંજાબના શખ્સોની પૂછપરછ દરમિયાન ઇરાનથી આવેલા હેરોઇનનો જથ્થો મુંબઇ પોર્ટ પર કસ્ટમ ક્લિયરીંગ થયા બાદ ચોરી છુપીથી હેરોઇનનો જથ્થો પંજાબ લઇ જવાનો હોવાનું બહાર આવ્યું બહાર આવ્યું છે.

મુંબઇ કસ્ટમ અને ડીઆરઆઇની ટીમ દ્વારા ગત વર્ષે જવાહરલાલ નહેરૂ બંદર પર આવેલા ક્ધટેનરમાંથી એક હજાર કરોડની કિંમતનું 191 કિલો હેરોઇનનો જથ્થો ઝડપી લીધો હતો. 2017માં પણ ઇરાનના ચાબહાર બંદર ખાતેથી રવાના થયેલું જહાર પોરબંદરના દરિયાઇ માર્ગે 3,500 કરોડની કિંમતના હેરોઇન ઘુસાડવાનો પ્રયાસ થયો હતો.

 

કોરોનાના કારણે સોનાના સમગ્લરના ધંધામાં થઇ માઠી અસર
આંતરરાષ્ટ્રીય હવાય મુસાફરીના પ્રતિબંધના કારણે સોનાની દાણચોરીમાં 83%નો ઘટાડો

ડ્રગ્સ માફિયા દ્વારા હેરોઇન જેવા માદક પદાર્થ ભારતમાં ઘુસાડી રહ્યા છે ત્યારે સોનાની દાણચોરી કરતા સમગ્લરોના ધંધાને કોરોનાના કારણે માઠી અસર થઇ છે. આંતર રાષ્ટ્રીય હવાઇ મુસાફરીના પ્રતિબંધના કારણે સોનાની દાણચોરીમાં નોંધપાત્ર કહી શકાય તેવો ઘટાડો થયો છે. છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીના કારણે સમગ્ર વિશ્ર્વમાં લોકડાઉન જેવી સ્થિતીના કારણે આંતરરાષ્ટ્રીય હવાઇ મુસાફરી અટકી ગઇ છે. હવાઇ મુસાફરી બંધ થતા વિદેશી ચોરી છુપીથી લાવતું સોનું લાવવું મુશ્કેલ બન્યું છે. કોરોનાના કારણે સોનાનું સમગ્લીંગ કરતા દાણચોરનો ધંધો પડી ભાંગ્યો છે. ગત જાન્યુઆરી માસમાં સોના પર 12.50 ટકા કસ્ટમ ડયુટી લગાવવામાં આવતા સોનાની દાણચોરીમાં વધારો થયો હતો પરંતુ કોરોનાના કારણે હવાઇ મુસાફરી બંધ થતા સોનાની દાણચોરીમાં 83 ટકાનો ઘટાડો થયો છે. વર્ષ 2019-20માં અમદાવાદ અને સુરત એરપોર્ટ પરથી 102 કિલો સોનું અને 2020-21માં અમદાવાદ એરપોર્ટ પરથી 17 કિલો દાણચોરીનું સોનું મળી આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.