એલસીબીએ રૂ.૨.૬૬ લાખનો મુદામાલ કબ્જે કર્યો: દારૂ મોકલનાર શખ્સનું નામ ખૂલતા ધરપકડની તજવીજ
અમરેલી એલ.સી.બી. ટીમને બાતમી રાહે હકીકત મળેલ કે, શૈલેષ નાજભાઇ ધાખડા, રહે.કોટડી, તા.રાજુલા વાળો સફેદ કલરની અલ્ટો કારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લઇ જાફરાબાદના વિપુલ દાનાભાઇ શિયાળને આપવા માટે જાય છે તેવી ચોક્કસ બાતમી મળતાં જાફરાબાદ ટાઉનમાં વાપાળીયા જવાના રસ્તે બાપા સીતારામ ચોક પાસે વોચ ગોઠવતાં ત્રણ ઇસમો અલ્ટો કારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે પકડાઇ ગયેલ.
હેરા-ફેરી કરતાં પકડાયેલ ઇસમો:- હિતેષ મગનભાઇ બારૈયા, ઉં.વ.૨૦, રહે.જાફરાબાદ, વાપાળીયાપરા.શૈલેષ નાજભાઇ ધાખડા, ઉં.વ.૨૬, રહે.કોટડી, તા.રાજુલા. વિપુલ દાનાભાઇ શિયાળ, ઉં.વ.૧૯, રહે.જાફરાબાદ, જલારામ સોસાયટી. પકડાયેલ પ્રોહી મુદ્દામાલ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ-૧૮૦, કિં.રૂ.૫૪,૦૦૦/- તથા મારૂતિ અલ્ટો કાર રજી.નંબર વગરની કિં.રૂ.૨,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૪, કિં.રૂ.૧૨,૦૦૦/- મળી કુલ કિં.રૂ. ૨,૬૬,૦૦૦/- નો મુદ્દામાલ પકડાયેલ આરોપીઓની પુછપરછ દરમ્યાન આ ભારતીય બનાવટનો વિદેશી દારૂ નરેશ વાળા, રહે.ઇંગોરાળા, તા.ધારી પાસેથી મેળવેલ હોવાનું ખુલવા પામતાં ચારેય ઇસમો વિરૂધ્ધ પ્રોહિબીશન ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી પકડાયેલ મુદ્દામાલ અને આરોપીઓ જાફરાબાદ પો.સ્ટે.માં સોંપી આપેલ છે.