નાગરાજ હોટલે દારૂના કટીંગ સમયે પોલીસનો દરોડો: ક્ધટેનર, બોલેરો, બે કાર, બુલેટ અને દારૂ મળી રૂ.૭૦.૫૨ લાખનો મુદામાલ કબ્જે
લોકડાઉન ખુલતાની સાથે બુટલેગરનો ધમધોકાર ધંધો શરૂ કરી દીધો હોય તેમ ઠેર-ઠેર વિદેશી દારૂનું કટીંગ શરૂ થઈ ગયું છે. ચોટીલા નેશનલ હાઈ-વે પર આવેલી નાગરાજ હોટલની પાછળથી વિદેશી દારૂની કટીંગ સમયે પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની ૧૫,૭૬૮ બોટલ, ક્ધટેનર, બોલેરો, સ્કોર્પિયો, બે કાર, બુલેટ અને ચાર ફોન મળી કુલ રૂા.૭૦.૫૨ લાખના મુદામાલ સાથે ત્રણ શખ્સોની ચોટીલા પોલીસે ધરપકડ કરી છે.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ચોટીલા નેશનલ હાઈવે પર આવેલી નાગરાજ હોટલ પાછળ વિદેશી દારૂનું કટીંગ થઈ રહ્યાની ચોટીલા પોલીસને બાતમી મળતા સ્થળ પર દરોડો પાડયો હતો. ચોટીલા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ સોલંકીને બાતમી મળી કે ચોટીલા નેશનલ હાઈવે પર રાજકોટ જવાના રસ્તે આવેલી કનુભાઈ ભોજભાઈ ધાધલની નાગરાજ હોટલની પાછળ વિદેશી દારૂનું કટીંગ ચાલી રહ્યું છે જેના આધારે કટીંગ સ્થળે દરોડો પાડી રૂા.૩૫.૫૬ લાખની કિંમતની વિદેશી દારૂની ૧૫,૭૬૮ બોટલ, એમ.એચ. ૪૬ એ.આર. ૦૧૭૭ નંબરનું ક્ધટેનર, જી.જે.૦૩ બીડબલ્યુ ૨૧૪૯ નંબરની બોલેરો, જી.જે.૩૬ એફ ૦૦૧૨ નંબરની આઈ ટવેન્ટી કાર, જી.જે.૩ ઈ.સી.૫૦૭૨ નંબરની સ્કોર્પિયો, જી.જે.૧૩ સી.સી. ૫૫૪૬ નંબરની સ્વીફટ કાર, જી.જે.૧૩ એકેે ૫૩૦૫ નંબરનું બુલેટ અને ચાર મોબાઈલ મળી કુલ રૂા.૭૦.૫૨ લાખના મુદામાલ સાથે ચોટીલાનાં ખરેડીના કનુભાઈ ભોજભાઈ ધાંધલ, વાંકાનેર તાલુકાના ઢીકરીયાળાના જેઠુરભાઈ રામભાઈ ખાચર અને ચોટીલાના ચામુંડાનગરના જીતુભાઈ જસાભાઈ ભાંભરા નામના શખ્સોને ચોટીલા પી.આઈ બી.કે.પટેલ, એ.એસ.આઈ કેતનભાઈ હરીભાઈ, હરદેવસિંહ પ્રવિણસિંહ અને ભગીરથસિંહ ખુમાનસિંહ સહિતના સ્ટાફે ઝડપી લીધા છે.