અલગ અલગ રાજયમાં જમાતમાં ગયેલા શખ્સને બોટાદ સુધી લાવવામાં મદદ કરનાર ટ્રક ડ્રાઇવર સહિત છ સામે નોંધાતો ગુનો
સમગ્ર ભારતમાં કોરોના મહામારીએ કહેર વર્ષાવ્યા છે અને વિશ્ર્વભરમાં નોવેલ કોરોના વાયરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઝેશન દ્વારા વેશ્ર્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. આ બાબતે સરકારે કોરોના વાયરસ રોકવા લોકડાઉન કરવામાં આવ્યું હોય ગુજરાત બહાર ગયેલા લોકોએ સ્થાનીક તંત્રની પૂર્વ પરવાનગી વગર અને મેડીકલ તપાસીણી કરાવ્યા વગર ગુજરાતમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોય.
તેમ છતાં બોટાદમાંથી ચાર મહિના પહેલા મુંબઇ મરકઝ (સુરા પંથી) ખાતે જમાતમાં ગયા બાદ અલગ અલગ રાજયોમાં રોકાઇને તંત્રને જાણ કર્યા વગર આવેલા શખ્સ સહિત તેને લાવવામાં મદદ કરનાર તેના પિતા સહિત છ શખ્સો સામે બોટાદ પોલીસે ગુનો નોંધી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.
આ અંગેની વિગત મુજબ ગઇકાલે બોટાદ એસઓજી પોલીસના કોન્સ્ટેબલ ભગીરથભાઇ, ભારદ્વાજભાઇ તથા હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ સહિતનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે ચોકકસ બાતમીના આધારે બોટાદની મુસ્લિમ સોસાયટીમાં રહેતો સમ્તીયાઝ અબ્બાસભાઇ મુળીયા નામનો શખ્સ ચારેક મહિના પહેલા મુઁબઇ મરકઝ (સુરા પંથી)ખાતે જમાતમાં ગયો હતો તે તારીખ ર૧-૪ ના રોજ પોતાના ઘરે પરત આવ્યો હોવાની હકીકત મળતા પોલીસે તેના ઘરે જઇ તપાસ કરતાં ઇમ્તીયાઝ ઘરે હાજર મળી આવ્યો હતો. પોલીસે તેને જયોતિગ્રામ સર્કલ ઉપરથી અટકાયત કરી પુછપરછ કરતા તે છેલ્લા ચાર માસ પહેલા મુંબઇ મરકઝમાં જમાતમાં ગયો હતો ત્યાંથી મુંબઇ, થાણે ઓરંગાબાદમાં અલગ અલગ જમાતમાં ગયો હતો. ગઇ તા. ર૦-૪ ના રોજ એક ફુટની ટ્રાન્સપોર્ટની ગાડીનો બોટદાથી પોતાના પિતા અબ્બાસભાઇ મન્સુરભાઇ મુળીયાએ સંપર્ક કરાવી જેને ફુટની ટ્રકમાં બેસી બોટાદ આવવા નીકળ્યો હતો.
ટ્રક નંબર જીજે ૧૩ એ ડબલ્યુ ૫૮૮૧ માં ડ્રાઇવર ધુધા મશરુ બાવળીયા (રહે. થાન રેલવે સ્ટેશન સામે વાદીપરા) તથા દિનેશ શામજી ઉકડીયા (રહે. થાન) ની મદદથી તેઓ ટ્રકમાં બોટાદના સાળંગપુર રોડ પર ઉતારી ગયા હતા ત્યાંથી ખાનગી વાહનમાં ઇમ્તીયાઝનો માસીનો દીકરો સમીર મોહમદ મુળીયા, તથા સાજીદ મોહમદ મુળીયા (રહે. બન્ને બોટાદ મોહમદનગર) ને ફોન કરી બોલાવી ખાનગી વાહનમાં પોતાના ઘરે પહોચ્યો હોવાની હકિકત જણાવતા પોલીસે ઉપરોકત છ શખ્સો સામે સ્થાનીક તંત્રને કોઇપણ પ્રકારની જાણ કર્યા વગર અને કોઇપણ પ્રકારની મેડીકલ તપાસણી કરાવ્યા વગર નોવેદ કોરોના વાયરસને લઇને પોતાની બેદરકારી દાખવી અને સરકારના નિયમોનો અનાદર કરી બોટાદ જીલ્લામા પ્રવેશ કરી ગંભીર બેદરકારી દાખવ્યાની પોલીસે છ શખ્સો સામે ગુનો નોંધી ઇમ્તીયાઝ તથા તેના માસીના બે દિકરા સહિત છ શખ્સોની ધરપકડ કરી છે.