હોટલ માલિકને દેણુ વધી જતા તાંત્રિક વિધિમાં સપડાવી પત્ની સાથે અડપલા કરતા ત્રણેયને જામનગરથી ઝડપી પાડયા: રૂ.૩.૧૫ લાખનો મુદ્દામાલ કબ્જે
જૂનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે આનંદ પાર્ક સોસાયટી ખાતે રહેતા ફરિયાદી શિલ્પાબેન ધવલભાઈ રિબડીયા ઉવ. ૪૦ ના ઘરે પોતાના પતિ ઉપર કરજ થઈ ગયેલ હોઈ, જે કરજ ઉતારવા હવન કરવા માટે આરોપી જયેશભાઇ કાંતિભાઈ ભાયાની ઉર્ફે દેવરાજસિંહ અજીતસિંહ જાડેજા તથા તેના બે અજાણ્યા મિત્રો ફરિયાદીના ઘરે આવેલ હોઈ, તેઓએ ફરિયાદી બાઈનું બાવડું પકડી, બીભત્સ માંગણી તથા બીભત્સ ઇશારાઓ કરતા, ફરિયાદી શિલ્પાબેન ધવલભાઈ રિબડીયા જાતે પટેલ ઉવ. ૪૦ રહે. આનંદ પાર્ક સોસાયટી, વિસાવદર જી. જૂનાગઢએ વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ કરતા, વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધી, તપાસ વિસાવદર પી.આઈ. એન.આર.પટેલ તથા સ્ટાફ દ્વારા આરોપીને ઝડપી
જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વિસાવદર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એન.આર.પટેલ તથા સ્ટાફના એ.એસ.આઈ. રાહુલ દેવમુરારી સહિતની પોલીસ ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, આરોપીઓ (૧) જયેશભાઇ કાંતિલાલ ભાયાણી જાતે વાળંદ ઉર્ફે દેવરાજસિંહ અજીતસિંહ જાડેજા ઉવ. ૩૬ રહે. સદગુરુ વાટીકા, બંગલા ન. ૦૩, અક્ષર હાઇટ્સની સામે, નીકોલ, અમદાવાદ મૂળ રહે. દેરડી ગામના , (૨) પ્રહલાદસિંહ કાયમસિંહ પરમાર જાતે દરબાર ઉવ. ૨૯ રહે. મારુતિ નગર, સહજાનંદ નગરની સામે, અમરેલી અને (૩) હિરેન ઉર્ફે કાકા મનુભાઈ ચંદેરશા જાતે બારોટ ઉવ. ૪૦ રહે. વસંત વાટિકા શેરી ન. ૮, રણજીત નગર, જામનગરને તાત્કાલિક રાઉન્ડ અપ કરી, ફોર્ચ્યુનર કાર કિંમત રૂ. ૩,૦૦,૦૦૦/- તથા મોબાઈલ ફોન નંગ ૦૪ મળી, કુલ મુદ્દામાલ કિંમત રૂ.૩,૧૫,૦૦૦/- સાથે પકડી પાડી, કોરોના ટેસ્ટ કરાવી, ધરપકડ* કરવામાં આવી છે.
આરોપીઓની પૂછપરછ કરતા આરોપી જયેશ કાંતિલાલ ભાયાણી મૂખ્ય સૂત્રધાર છે અને મૂળ જેતપુર તાલુકાના દેરડી ગામનો રહેવાસી છે. તાજેતરમાં તેને એફિડેવિટ કરાવી, અમરેલીના અજીતસિંહ જાડેજાએ દત્તક લેતા, પોતાનું નામ દેવરાજસિંહ અજીતસિંહ જાડેજા રાખ્યું છે. તેને ફરિયાદી શિલ્પાબેનના પતિ ધવલભાઈ મનસુખભાઇ રિબડીયા, કે જેઓ વિસાવદર ખાતે મિલન હોટલ નામની હોટલ અને રેસ્ટોરન્ટ ધરાવતા હોઇ, તેને મળતા, ઓળખાણ થયેલ હતી. ઓળખાણ દરમિયાન આરોપી જયેશભાઇ ભાયાણીએ ધવલભાઈ રિબડીયાને કોઈને આર્થિક મુશ્કેલી હોય તો, પોતે ભવનાથ ગિરનારની ગુફામાં સેવાદાસ નામના મહાત્માને ઓળખાતો હોઈ, તાંત્રિક વિધિ કરી, કરોડો રૂપિયાનો વરસાદ કરાવા વિધિ માટે માત્ર ૧૫ લાખ નો ખર્ચ થાય છે. આ અંગે આરોપી દ્વારા રૂપિયાનો વરસાદ થતો હોય તેવા લોભામણા વીડિયો કોલિંગના જુદા જુદા રેકોર્ડિંગ પણ મોબાઈલમાં બતાવ્યા હતા. આરોપી દ્વારા આવી વાત કરતા અને વિડીયો બતાવતા, ધવલભાઈ રિબડીયાને પોતાને આશરે દોઢ બે કરોડનો કર્જ થઈ ગયેલ હોઈ, પોતે જ આ વિધિ કરાવવાની ઈચ્છા દર્શાવી અને એક માસ પહેલા રૂ.૧,૫૦,૦૦૦/- એડવાન્સ આપ્યા અને વિધિ સમયે બાકીનું પેમેન્ટ આપી, વિધિ કરી, મહાત્મા સેવાદાસની ગુફામાં જવાનું, ત્યાં આશરે આઠ દસ કરોડ રૂપિયાનો વરસાદ થશે અને તેમના નસીબમાં હશે, તે રૂપિયા મળશે. તેવું સમજાવી, વિધિ કરવા આવેલ હતા. બે ત્રણ દિવસથી વિધિ કરતા હતા. પણ ધવલભાઈ રિબડીયા થી બાકીના રૂપિયાની વ્યવસ્થા નહીં થતાં, પોતાના ભાઈ અને પિતા તથા સગા સંબંધીઓ પાસે રૂપિયાની વ્યવસ્થા કરવા જતાં, ધીરે ધીરે આ વાત પોલીસ સુધી પહોંચી હતી. પોલીસ દ્વારા ખાનગીમાં તપાસ આદરતા, આરોપી જયેશ કાંતિલાલ ભાયાણી, રૂપિયાના વરસાદ કરાવવાની લોભામણી વાતો કરી, છેતરપિંડી કરવા જ આવ્યા હોવાની વિગતો* ખુલવા પામેલ હતી. બે ત્રણ દિવસથી વિધિ કરવા સમયે આરોપીઓ દ્વારા ધવલભાઈ રિબડીયાના પત્ની ફરિયાદી શિલ્પાબેનની છેડતી અને બીભત્સ માંગણી કરતા હોય, તેઓએ વિસાવદર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવતા, *રોપીનો રૂપિયાનો વરસાદ કરાવવાનું પ્રલોભન આપી, છેતરપિંડી કરવાની મોડસ ઓપરેન્ડી નો પણ ભેદ ખુલવા પામેલ*હતો. આ ગુન્હામાં પકડાયેલ અન્ય બે આરોપીઓને પોતે ફરવાનું જણાવી, સાથે લીધા હોવાની પણ મુખ્ય સૂત્રધાર આરોપી જયેશ ઉર્ફે દેવરાજ જાડેજાએ કબૂલાત કરતા.
વિસાવદર પોલીસ દ્વારા છેતરપિંડી તો ગુનો નોંધી આરોપી પાસેથી પકડાયેલ ફોર્ચ્યુનર કાર કર્ણાટક પાસિંગની આ પ્રકારના બીજા કોઈ ગુન્હામાં વોન્ટેડ કે પકડવાનો બાકી છે કે કેમ..? આ પ્રકારના બીજા ગુન્હાઓ આચારેલાની શક્યતા આધારે વધુ પૂછપરછ હાથ ધરી, પોલીસ રીમાન્ડ મેળવવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.