આતંકીઓ વિરુદ્ધ આર્મીનું સર્ચ ઓપરેશન ચાલુ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ત્રણ જવાનો શહીદ થયા છે. આતંકીઓ વિરુદ્ધ સેનાનું સર્ચ ઓપરેશન શરુ છે. કુલગામ જિલ્લાના હાલાન જંગલ વિસ્તારના ઊંચા વિસ્તારોમાં આતંકવાદીઓની હાજરીની માહિતી પર સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, જેમાં કુલગામ પોલીસ પણ સામેલ હતી. કુલગામમાં હલાનના ઊંચા વિસ્તારમાં આતંકવાદીઓની તપાસ માટે સુરક્ષા દળોએ ઓપરેશન શરુ કર્યું હતું.
જે દરમિયાન સેના અને આતંકવાદીઓની વચ્ચે અથડામણ થઇ હતી. આ ગોળીબારીમાં ત્રણ જવાન ઘાયલ થઈ ગયા અને બાદમાં શહીદ થઈ ગયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતીને પગલે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના હાલાન જંગલ વિસ્તારના ઊંચા વિસ્તારોમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
શ્રીનગર પોલીસે ગઈકાલે પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તોઈબા અને ટીઆરએફના ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. આ ત્રણે આતંકવાદીઓની શ્રીનગરના નાટિપોરા વિસ્તારમાંથી ધરપકડ કરાઈ હતી. પોલીસે બાતમીના આધારે મોટી કાર્યવાહી હાથ ધરી હરનબલ નાટિપોર વિસ્તારમાં એક નાની ટીમ તૈનાત કરી હતી. આ દરમિયાન પોલીસે એક ચેકપોઈન્ટ પરથી પ્રતિબંધીત આતંકવાદી સંગઠનથી જોડાયેલા ત્રણેય આતંકવાદીઓને ઝડપી પાડ્યા હતા. આ આતંકવાદીઓને ઓળખ ઈમરાન અહમદ નજર, વસીમ અહમદ મુટ્ટા, વકીલ અહમદ ભટ્ટ તરીકે થઈ હતી.