શ્રમીક પરિવારી પાસેથી પૈસા ઉઘરાવી ૯૩.૪૫ લાખ ઓળવી ગયાની અંતે પોલીસમા ફરીયાદ નોંધાઇ
ગોંડલના મર્કેન્ટાઇલ કો. ઓપ. ક્રેડીટ સોસાયટીના એજન્ટ અને તેના ભાઇઓ દ્વારા ડેઇલી બચત અને ફિકસ ડીપોઝીટના ઓઠા હેઠળ શ્રમીકો, મજુરો પાસેથી પૈસાનું ઉઘરાણુ કરી ૯૩ લાખનું ફૂલેકુ ફેરવ્યાની અને પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે. જે કે ફરીયાદીના પરિવાર દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ મીટીંગમાં જવાબદાર મર્કેન્ટાઇલ બેંકના અધિકારીઓના પોલીસે નામ પણ નહી લખી તેમની બચાવ કર્યો હોવાનું જણાવ્યું હતું.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ ગોંડલ ખોડીયારનગર મંગલમ પાર્ક-૧માં રહેતા અને જુના કપડા લે-વેચનો ધંધો કરતા સંજય ખોડાભાઇ ડાભી (ઉ.વ.૨૮) એ પોલીસમાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મર્કેન્ટાઇસ બેંકના એજન્ટ કેતન ધુસાભાઇ ભાલાળા, હિતેશ ધુસાભાઇ ભાલાળા અને અનિલ ધુસાભાઇ ભાલાળાનું નામ આપ્યું છે.
પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે ફરીયાદી સંજય અને તેના પરિવારજનો ડેઇલી બચત અને ફિકસ ડીપોઝીટની અલગ અલગ સ્કીમ હેઠળ ૨૦૧૭ થી મર્કેન્ટાઇલ બેંકના એજન્ટ પાસે બચત કરતાં હતા. જેમાં ફરીયાદીએ ૧.૫૦ લાખની ફિકચ ડીપોઝીટ કરાવી હતી જયારે તેની માતા ડેઇલી બચત સ્કીમ હેઠળ દરરોજ પિયા ૧૦૦ એજન્ટ થાસે જમા કરાવતી હતી.
આ રીતે ગોંડલ શહેરના અનેક શ્રમીકો, શાકભાજીના વેપારી, લારી ગલ્લા વાળાઓ ડેઇલી બચત અને ફીકસ ડીપોઝીટ હેઠળ લાખો પિયા એજન્ટ કેતન ભાલાળા મારફતે મર્કેન્ટાઇલ બેંકમાં જમા કરાવ્યા હતા.
તાજેતરમાં કોરોના કાળ દરમિયાન એજન્ટ કેતન ભાલાળાનું મૃત્યુ નિપજયું હતું બાદમાં ડેઇલી બચત અને ફિકસ ડીપોઝીટ પાકતી મુદતે મર્કેન્ટાઇલ બેંકમાં ઉ૫ાડવા ગયેલા શ્રમીકોને પૈસા આપવાના બદલે બેંકના જવાબદાર અધિકારીઓએ હાથ ઉંચા કરીદઇ કેતન ભાલાળા કે તેના ભાઇઓએ બેંકમાં કોઇ જાતના પૈસા જમા નહી કરાવવાહોવાનું જણાવ્યું હતું.
શ્રમીક પરિવારોની મરણમુડી સમાન પૈસાનું ચીટીંગ થયાની જાણ થતા ૩૦ થી વધુ શ્રમીક પરિવારોએ ગોંડલ શહેર પોલીસ અને જીલ્લા પોલીસ વડા સમક્ષ રજુઆ ત કરી હતી જેના પગલે આજે પોલીસે મર્કેન્ટાઇલ બેંકના ત્રણેય એજન્ટો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.