કચ્છના ધોળાવીરા અને રાપરમાં પણ એક-એક આંચકો અનુભવાયો: સીસ્મોલોજી વિભાગની ટીમો આજે મીતિયાળાની મુલાકાત લેશે
અમરેલી જિલ્લામા ફરી ભુગર્ભીય હલચલ તેજ બની છે. અગાઉથી જ સાવરકુંડલાના મિતીયાળા પંથકમા અવારનવાર ભુકંપના હળવા આંચકા આવી રહ્યાં છે તેની વચ્ચે છેલ્લા 24 કલાક દરમિયાન મિતીયાળા પંથકમા ભુકંપના વધુ 3 તીવ્ર આંચકા અનુભવાયા હતા. જેના કારણે લોકોમા ફફડાટ ફેલાયો હતો.
સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ કાલે રાતે 9:07 કલાકે 1.1ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ અમરેલીથી 44 કિમી દૂર સાઉથ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું જેની ઊંડાઈ 6.4 કિમીની હતી. ત્યારબાદ 9:10 કલાકે અમરેલીથી 43 કિમી દૂર 3.2ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ ઇસ્ટ ખાતે નોંધાયું હતું જેની ઊંડાઈ 6.4 કિમીની હતી. વહેલી સવારે 3 વાગ્યે કચ્છના ધોળાવીરાથી 22 કિમી દૂર 1.4ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ વેસ્ટ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું. આજે સવારે 7:50 કલાકે અમરેલીથી 43 કિમી દૂર 1.3ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ ઇસ્ટ ખાતે નોંધાયું હતું અને છેલ્લે 7:51 કલાકે કચ્છના રાપરથી 14 કિમી દૂર 1ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ વેસ્ટ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું.
મિતીયાળામા આમ તો છેલ્લા નવ મહિનાથી અવારનવાર ભુકંપના હળવા આંચકા આવી રહ્યાં છે. જેના કારણે લોકોમા ફફડાટ છે. અગાઉ અહી સીસ્મોલોજી વિભાગની ટીમોએ બે વખત મુલાકાત પણ કરી હતી. પરંતુ ભુકંપનુ સચોટ કારણ સ્પષ્ટ થઇ શકયુ ન હતુ. સીસ્મોલોજી વિભાગની ટીમે લોકોને ભુકંપથી નહી ગભરાવા અને મોટો ભુકંપ આવવાની શકયતા બહુ ઓછી હોવાનુ જણાવ્યું હતુ. જો કે હવે ભુકંપની તીવ્રતા વધતા લોકોમા ફફડાટ ફેલાયો છે.
મીતિયાળામાં લોકો ઘર બહાર સુવે છે
ભુકંપનુ એપી સેન્ટર બનેલા મિતીયાળા ગામમા લોકોમા ભયનો માહોલ એટલો છે કે શિયાળાની કડકડતી ટાઢ અને જંગલના કાંઠે હોવાથી રાની પશુઓનેા ડર હોવા છતા લોકો ઘરની બહાર સુઇ રહ્યાં છે.
રાજ્યમાં ધીમે-ધીમે થઈ રહી છે ઉનાળાની શરૂઆત
છેલ્લા કેટલાક દિવસોમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિઅસથી ઉપર રહેતાં શહેર અને રાજ્યમાં મહદ્દઅંશે ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. ભારતીય હવામાન વિભાગના રાજ્યના હેડ મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, લાંબાગાળાની સરેરાશની સરખામણીમાં વર્તમાન તાપમાન સામાન્ય છે. ’આગામી પાંચ દિવસમાં કોઈ મોટા ફેરફારની અપેક્ષા નથી, તે કહેવું પણ ખૂબ વહેલું રહેશે કે તાપમાનમાં વધુ ઘટાડો થશે નહીં’, તેમ તેમણે ઉમેર્યું હતું.