વાંકાનેરના પાડધરા ગામ નજીક સામંત કરમુરની હત્યા થઈ છે જેમાં મૃતકને ખાણ તથા રસ્તા બાબતે છેલ્લા પાંચ વર્ષથી આકાશ ઉર્ફે આખલો ઓડેદરા સાથે માથાકૂટ ચાલતી હતી.જેનો ખાર રાખી ગત મોડી રાત્રીના સમયે પાડધરા ચોકડી પાસે આકાશ ઉર્ફે આખલો ઓડેદરા, જયમલ કારાવદરા, વેજો કારાવદરા, રામ મેર બોખીરા, ભરત ઓડેદરા તથા ત્રણ અજાણ્યા ઇસમોએ બે કારમાં આવી, સામંત કરમુર પર ધોકા તથા પાઇપ વડે ઘાતકી હુમલો કર્યો હતો.
જેમાં સામંતને ગંભીર ઈજાઓ થતા તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે બનાવની જાણ થતા જ વાંકાનેર તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને મૃતદેહને પી.એમ. માટે ખસેડી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. હાલ આ બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા મૃતક યુવાનના ભાઈ કરશન કરમુરની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી આરંભી હતી. જેમાં હાલ હાલ ત્રણ આરોપીઓ ને તપાસ દરમ્યાન ઝડપી લેવાયા છે, જ્યારે અન્ય આરોપીઓની શોધ ખોળ કરવામાં આવી રહી છે.
કેતન ભટ્ટી