ગુજરાત એટીએસની ટીમે અફધાનિસ્તાનના બે અને એક ભારતીય શખ્સને દબોચી ભુજની કોર્ટમાં રજુ કરાયા તા
જખૌ બંદર નજીક ગા ર6મી એપ્રિલના રોજ ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડના સંયુકત ઓપરેશનથી 9 પાકિસ્તાનની શખસોને રૂ. ર80 કરોડના ડ્રગ્સ સાથે ઝડપી લીધા હતા. જેમાં ગુજરાત એટીએસને વધુ એક મોટી સફળતા મળી છે. જેમાં ડ્રગ્સ કાંડમાં ેસંડોવાયેલા બે અફધાની અને એક ભારતીય શખ્સને દબોચી કોર્ટમાં રજુ કર્યા હતા. જયાં કોર્ટે ત્રણેય આરોપીની 10 દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ સંયુકત ઓપરેશન હાથ ધરી જખૌના બંદરેથી થતી ડ્રગ્સની હેરાફેરી પર લગામ લગાવી છે. જેમાં ગત ર6મી એપ્રિલના પાકિસ્તાનની અલ હજ નામની બોટને રોકી તલાસી લેતા તેમાંથી ર80 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું હતું. જેમાં જડપાયેલા 9 પાકિસ્તાનની શખ્સોને રિમાન્ડ પર લઇ પુછતાછ કરવામાં આવી હતી.
જેમાં ગુજરાત એટીએસની ટીમે વધુ ત્રણ શખ્સોને દબોચી લીધા છે આ પકડાયેલા ત્રણેય આરોપીને ભુજ કોર્ટમાં રજુ કરતાં તેમના 10 દિવસના રીમાન્ડ ભુજ એન.ડી.પી.એસ. કોર્ટે મંજુર કર્યા છે. ર80 કરોડના ડ્રગ્સ કાંડમાં અત્યાર સુધી 1ર થી 13 આરોપીઓની ધરપકડ થઇ છે.તેમજ હાલ ગુજરાતના દરિયા કિનારા સહીત મુંબઇ સુધીના દરિયાઇ માર્ગ સુધી કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસ દ્વારા સઘન પેટ્રોલીંગના કરવામાં આવી રહ્યું છે.