• એક જ દિવસમાં 80થી વધુ ભારતીય ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

વિમાનોને ઉડાવી દેવાની ધમકીઓ મળવાનો સિલસિલો અટકતો નથી. ગુરુવારે ફરી એકવાર 85 વિમાનોને બોમ્બની ધમકી આપવામાં આવી છે. જેમાં એર ઈન્ડિયાની 20, ઈન્ડિગો એરલાઈન્સની 20, વિસ્તારા એરલાઈન્સની 20 અને આકાસા એરલાઈન્સની 25 ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે.

  • છેલ્લા 11 દિવસમાં ઈન્ડિયન એરલાઈન્સની 250 ફ્લાઈટને આવી ધમકીઓ મળી છે.

છેલ્લા ઘણા દિવસોથી વિમાનોને બોમ્બની ધમકીઓ મળી રહી છે. ગુરુવારે ફરી એકવાર 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. જેમાં એર ઈન્ડિયા, અકાસા, ઈન્ડિગોની ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે. પોલીસે આ ધમકીઓની તપાસ શરૂ કરી છે.

દિલ્હી પોલીસે છેલ્લા આઠ દિવસમાં 90 થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સામે બોમ્બની ધમકીના સંબંધમાં આઠ અલગ-અલગ FIR નોંધી છે. આ અંગે પોલીસે અનેક લોકોની ધરપકડ પણ કરી છે. એટલું જ નહીં, સતત સામે આવી રહેલી આવી ઘટનાઓને લઈને DGCA દ્વારા માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી છે.

અકાસા એરના પ્રવક્તાએ કહ્યું કે તેમની કેટલીક ફ્લાઈટ્સને આજે સુરક્ષા ચેતવણી મળી છે. અકાસા એરની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમો પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને સલામતી અને નિયમનકારી અધિકારીઓના સંપર્કમાં છે, એમ પ્રવક્તાએ જણાવ્યું હતું. અમે સ્થાનિક સત્તાવાળાઓ સાથે સંકલનમાં સલામતી અને સુરક્ષા પ્રક્રિયાઓનું પાલન કરીએ છીએ.

ગોવા એરપોર્ટ હાઈ એલર્ટ પર છે

આ સિવાય ગોવાના બંને એરપોર્ટને વિમાનોને ઉડાવી દેવાની ધમકી મળી છે. બોમ્બની આશંકાને કારણે બંને એરપોર્ટને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. બંને એરપોર્ટ માટે બોમ્બ થ્રેટ એસેસમેન્ટ કમિટી (BTAC)ની રચના કરવામાં આવી છે.

આ સપ્તાહે ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ કહ્યું હતું કે સરકાર ફ્લાઇટને બોમ્બની ધમકીના મામલાઓનો સામનો કરવા માટે કાયદાકીય પગલાં લેવાની યોજના બનાવી રહી છે, જેમાં આવી ધમકી આપનારાઓને નો-ફ્લાય લિસ્ટમાં મૂકવાનો સમાવેશ થાય છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.