ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના અરુણાચલ પ્રદેશના પ્રવાસનો પણ ચાઈનાએ વિરોધ કર્યો હતો
ભારત ચીન વચ્ચે જે તણાવ વધી રહ્યો છે જેને ધ્યાને લઈ હાલ ભારત અને ચીન સરહદ જય યોજના ભણકારા વાગી રહ્યા છે સામે ભારત અને ચાઇના દ્વારા શસ્ત્રોના ખડકલા પણ કરવામાં આવ્યા છે ચીન ભારતને આર્થિક રીતે પછાત ગણવા માટે યુદ્ધ નો સહારો લઈ રહ્યું છે જેના પગલે સરહદો ઉપર અતિ આધુનિક મશીનો ટોપો સહિતની તે જ વસ્તુઓ મૂકવામાં આવી છે. તો બીજી તરફ ભારત દેશ પણ પહાડી વિસ્તાર અને ચીની સરહદીય વિસ્તારને જોડતા રોડ રસ્તા સહિતની તમામ ચીજવસ્તુઓ ના ઈન્ફ્રાસ્ટ્રક્ચર માં તમામ જરૂરી વધારા કરવામાં આવ્યા છે.
ભારત પાણી પહેલા પાળ બાંધવાની સ્થિતિમાં જોવા મળી રહ્યું છે જેનું મુખ્ય કારણ એ છે કે ભૂતકાળમાં ભારતે જે રીતે દ્વારા માર ખાધો હતો તે વખતે ઘટનાનું પુનરાવર્તન કરવા નથી માંગતો. થોડા દિવસો પહેલા ભારત દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ જ્યારે અરુણાચલ પ્રદેશ ની મુલાકાતે ગયા હતા ત્યારે તેમના પ્રવાસનો વિરોધ પણ ચાઇના દ્વારા કરવામાં આવ્યો હતો.
એ વાત સ્પષ્ટ છે કે આગામી 2024 ના ઇલેક્શન માં ભારત નો મુખ્ય મુદ્દો અર્થવ્યવસ્થા અને આંતકવાદ નાબૂદી મુદ્દો હશે જેને ધ્યાને લઇ તમામ પગ લાવો અસરકારક રીતે લેવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ ચીને અરૂણાચલ પ્રદેશ સેક્ટર નજીક તિબેટના અંતરિયાળ વિસ્તારોમાં સૈન્ય અભ્યાસ અને સૈનિકોની નિયુક્તિ વધારી દીધા છે. જોકે, પૂર્વોત્તરના ક્ષેત્રમાં ચીનના કોઈપણ કાવતરાંનો જવાબ આપવા માટે ભારત સજ્જ છે. એટલું જ નહીં સંરક્ષણ ક્ષેત્રે ભારતે પણ અતિ આધુનિક શસ્ત્ર-સરંજામ નો ઢગલો કર્યો છે. ચાઇના દક્ષિણ બેઠક બાદ પૂર્વી લદાખ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે અને બોફોર્સ જેવા તોપો પણ ખડકલો કર્યો છે.
ભારતના સમગ્ર સૈન્ય આધુનિકીકરણ તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે આઈબીજીમાં અલગ અલગ ફિલ્ડના નિષ્ણાત જવાન હોય છે. તેમાં ભૂમિદળ, ટેન્ક, હવાઈ સુરક્ષા અને લોજિસ્ટિક્સ યુનિટ હેઠળ બધા જ ક્ષેત્રના જવાનો એક સાથે કામ કરશે.
આઈબીજીને સૌથી પહેલા પાકિસ્તાન અને ચીનની સરહદો પર તૈનાત કરાશે. બીજી તરફ ભારત અને ચીન બંને પક્ષ એલએસીની નજીક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે ક્યારેક સમસ્યાઓ પેદા કરે છે. તેમણે કહ્યું કે નવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવ્યા પછી જવાનોની તૈનાતીમાં વધારો થયો છે. ભારતે એલએસી પર નિરીક્ષણ પણ વધારી દીધું છે. આપણી પાસે કોઈપણ આકસ્મિક સ્થિતિનો સામનો કરવા માટે પ્રત્યેક ક્ષેત્રમાં પર્યાપ્ત સંશાધનો ઉપલબ્ધ છે.
ચીન દ્વારા વિવિધ સરહદીય સમજૂતીઓ અને પ્રોટોકોલનો ભંગ કરવા અંગે લેફ્ટનન્ટ જનરલ પાંડેએ સંકેત આપ્યા હતા કે આ મુદ્દે ઉચ્ચ સ્તર પર ચર્ચા થઈ રહી છે. તેમણે કહ્યું કે તાજેતરમાં જ બંને પક્ષો વચ્ચે ચોથી હોટલાઈન સક્રિય થઈ છે. ગયા વર્ષે પૂર્વીય લદ્દાખમાં તણાવ વધવાની સાથે ભારતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં ઝડપ લાવવાની સાથે ૩,૪૦૦ કિ.મી. એલએસી પર જવાનોની તૈનાતી વધારી દીધી છે.
ભારતીય સૈન્યે ઈઝરાયેલ દ્વારા બનાવાયેલા હેરોન ડ્રોનનો ઉપયોગ કરીને એલએસી પર દિવસ-રાત નિરીક્ષણ કામગીરી વધારી છે. સાથે જ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરોને મહત્વપૂર્ણ ડેટા મોકલ્યા છે. તેમણે કહ્યું કે, ડ્રોનની સાથે ભારતીય સૈન્યે અહીં એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર રુદ્ર પણ તૈનાત કર્યા છે, જે આ ક્ષેત્રમાં વ્યૂહાત્મક મિશનોને વધુ મજબૂત બનાવે છે.