ભારતમાં કિન્નરોને એક આગવું મહત્વ આપવામાં આવે છે. લોકો તેમના આશીર્વાદ ઇચ્છતા હોય છે કારણ કે તેમના આશીર્વાદ ફળવાથી મનોકામના પૂર્ણ થતી હોય છે ત્યારે રાજ્યના કચ્છ જિલ્લામાં કિન્નરોને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસે ફરિયાદ કરતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના કચ્છ જિલ્લામાં ભુજના આદિપુરની છે જ્યાં કિન્નર દ્વારા જ કિન્નરને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. કિન્નર દ્વારા ખોટી રીતે હેરાન કરી મારી નાખવાની ધમકી આપતાં એ-ડિવિઝન ફરિયાદ કરવામાં આવી હતી. ભુજના કિન્નરોના ગુરુ સોનમ દે સીમા દે તેમજ તેમના ગ્રુપના કિન્નરોને આદિપુરના કિન્નર સબનમ દ્વારા હેરાન કરી મારી નાખવાની ધમકી આપી છે તેવા આક્ષેપો કરાયા છે.

બીજા કિન્નરોદ્વારા ધમકી આપવામાં આવતા સોનમ દે સીમા દે તથા તેમના કિન્નર સાથીઓ એ-ડિવિઝન ફરિયાદ કરવા પોહચ્યાં હતા. આ અંગે ભુજ કિન્નરના ગુરુએ જણાવ્યું હતું કે અગાઉનું મનદુઃખ રાખીને આદીપુરના કિન્નર શબનમ દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે તથા તેઓના વાળ કાપી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. જેથી તેઓ ન્યાય મેળવવા માટે એ-ડિવિઝન પોલિસી સ્ટેશને પોહચ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.