- અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ
- જેદાહથી અમદાવાદ આવેલી ઈન્ડિગોની ફ્લાઈટમાંથી મળી ચીઠ્ઠી
અમદાવાદમાં આવેલા સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખૂબ જાણીતું એરપોર્ટ છે. તેમજ અમદાવાદ એરપોર્ટને ઘણી વખતબોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતી હોય છે. ત્યારે ફરી એક વાર અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટ (Indigo Airlines)ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી જવા પામી છે. તેમજ એરપોર્ટ ઓથોરિટીએ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી છે.
ગુજરાતના અમદાવાદમાં આવેલા સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પોલીસે આ અંગે માહિતી આપી. અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટમાંથી ચીઠ્ઠી મળી હતી. આ ઉપરાંત ધમકી મળતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી જવા પામી છે. તેમજ એરપોર્ટ ઓથોરિટીએ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી છે.
જેદાહથી અમદાવાદ આવતી ઈન્ડિગો એરલાઈન્સ સવારે 9.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી હતી. આ ઉપરાંત એરપોર્ટ પર ફ્લાઈટમાંથી મુસાફરો જ્યારે બહાર નીકળ્યા ત્યારબાદ ક્લીનરને સફાઈ દરમિયાન ચીઠ્ઠી મળી આવી હતી. જેમાં એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી હતી. ચીઠ્ઠી મળી આવતા એરપોર્ટ ઓથોરિટીએ પોલીસને જાણ કરી હતી. આ દરમિયાન પોલીસ તરત જ ઘટના સ્થળ પર પહોંચી ગુનો નોંધી વધુ તપાસ હાથ ઘરી છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે એરપોર્ટ પર એક અજાણ્યા વ્યક્તિ દ્વારા લખાયેલો પત્ર મળી આવ્યો છે. જેમાં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ સમગ્ર મામલે પોલીસે સાવચેતીના પગલા રૂપે એરપોર્ટ પર સુરક્ષા કડક કરી દીધી છે અને તપાસ ચાલી રહી છે.