પિતાની સારવાર કરવા માટે યુવકે રૂપિયા લીધા હતા દોઢ લાખના બાર લાખ ચુકવ્યા બાદ વધુ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી: પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી
વ્યાજખોરો સામે રાજ્યભરમાં ઝુંબેશ ચાલી રહ્યો છે.ત્યારે રાજકોટમાં પણ આ ઝુંબેશના ભાગરૂપે વ્યાજખોરો સામે ઘણા ગુના દાખલ થયા હતા. આમ છતાં વ્યાજખોરો હજુ બેફામ હોઈ તેમ ઉઘરાણી કરી રહ્યા છે.ત્યારે ભક્તિનગર પોલીસમાં ગુનો નોંધ્યો છે.જેમાં યુવકે રૂા.1.50 લાખ વ્યાજે લઈ બદલામાં રૂા.12 લાખ ચુકવ્યા હતા. આમ છતાં રૂા.4 લાખની માંગણી કરી બેફામ ગાળો ભાંડી, ધાક-ધમકી આપતા વ્યાંજકવાદી વિરૂદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરી છે.
વિગતો મુજબ રાજકોટમાં ન્યુ રામેશ્વર સૌસાયટી શેરી નં,7માં ભાડાના મકાનમાં રહેતા મુકેશ વલ્લભભાઈ નસીત (ઉ.વ.35)એ આરોપીમાં વ્યાજખોર નયન નારણ ટોળીયા (રહે. કિરણ સોસાયટી, હુડકો બસ સ્ટેન્ડ પાસે)નું ભકિતનગર પોલીસમાં નામ આપ્યું હતું.જેમાં ફરિયાદમાં મુકેશે જણાવ્યું છે કે તે આરતી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા કારખાનામાં મજુરી કરે છે, ત્રણેક વર્ષ પહેલા પટેલનગરમાં ક્રોમના કારખાનામાં મજુરી કરતો હતો ત્યારે બાપુનગર પાસે આોપીની દુકાને ચા પીવા જતો હતો ત્યારે તેની સાથે પરિચય થયો હતો. એક વખત તેણે આરોપી પાસેથી રૂા. 15 હજાર હાથ ઉછીના લઇ અઠવાડીયામાં પરત કરી દીધા હતા.
અઢી વર્ષ પહેલા કોરોનામાં તેના પિતા ખુબજ બીમાર થઈ જતાં તેની સારવાર માટે આરોપી પાસેથી કૃષિયા હું લાખ 30 ટકા વ્યાજે લીધા હતા.સિકયુરીટી પેટે ચેક આપ્યો હતો. દર મહિને નિયમીત રીતે વ્યાજ ચુકવતો હતો. એકાદ વર્ષ પહેલા વધુ રૂપિયા 50 હજાર 20 ટકા વ્યાજે લીધા હતા. જેનું દર મહિને રૂપિયા 20 હજાર વ્યાજ ચુકવતો હતો.
ગઇ તા.10મીએ આરોપીને વ્યાજ ચુકવવા ગયો ત્યારે કહ્યું કે તે રૂપિયા ચાર કલાક મોડા આપ્યા છે એટલે એક કલાકના રૂા. 3 હજાર લેખે રૂા.12 હજાર પેનલ્ટી ચુકવવી પડશે. જો આ 2કમ નહીં મળે તો તેની ઉપર પણ બીજી પેનલ્ટી લાગશે તેમ કહી બેફામ ગાળો ભાંડી હતી, સાથીસાથ વ્યાજના રૂપિયા નહીં મળે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.જેને કારણે ડરી જતા રૂા. 40 હજાર પેનલ્ટીના ચુકવી દીધા હતા. ત્યારબાદ દરરોજ રૂા.10 હજારની પેનલ્ટી આરોપીએ માંગવાનું શરૂ કર્યું હતું. જેની ઉઘરાણી માટે કોલ કરી, બેકામ ગાળો ભાંડી ધમકી આપતો હતો. એટલું જ નહીં ઘરે આવીને મકાનની ફાઈલ લઈ જવાની પણ વાત કરતો હતો. આખરે કંટાળીને તેણે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ગુનો નોંધી તેની અટકાયત કરી છે.