- તું બહુ જ ગમે છે તારી સાથે પ્રેમ છે’ મહિલાને ફોન કરી પજવણી
Rajkot News
શહેરમા રહેતી 45 વર્ષીય મહિલાને ફોન પર ખરાબ વાતો કરી દુષ્કર્મ ગુજારવાની ધમકી આપ્યાની અજાણ્યા શખ્સ સામે એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
ગઇ તા. 31ના ઘરે હતી ત્યારે તેની માતાના ફોનમાં ફોન આવ્યો હતો. જે કોલ કરનાર આરોપીએ પ્રથમ તેની સાથે ખરાબ વાતો કરી હતી. ફોન કરનારે તેની સાથે પણ ખરાબ વાતો કરી બિભત્સ માંગણી કરી હતી તેમજ તેને દુષ્કર્મ ગુજારવાની ધમકી આપ હતી. તેણે તેને ફોન આપતા આરોપીએ ફોનકાપી નાખ્યો હતો. થોડીવાર બાદ આરોપીએ મહિલાના મોબાઇલમાં કોલ કરી ખરાબ વાતો કરી મને તું બહુ જ ગમે છે, તારી સાથે પ્રેમ છે કહી ધમકી આપી હતી. આવી રીતે આરોપી આવાર-નવાર હેરાન કરતો હોવાથી ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.