સુરેન્દ્રનગર કલેકટરને આવેદનપત્ર આપ્યું
ધ્રાંગધ્રા નાયબ કલેકટર દ્વારા જમીન પંચાયતને સોંપવા હુકમ
અબતક, સબનમ ચૌંહાણ, સુરેન્દ્રનગર
દસાડા (પાટડી) તાલુકાના દેગામના 36 જેટલા ગ્રામજનો રાજાશાહી સમયમાં ફળવવામાં આવેલ વાડા, ખરાની જગ્યા આજદિન સુધી ખાતે ન કરાતા પાટડી નાયબ કલેકટરને લેખિત આવેદન આપવામાં આવ્યું હતુંજેમાં જણાવ્યા મુજબ દેગામ આશરે 36 જેટલા ગ્રામજનોએ ગામ તથા સીમ વિસ્તારમાં વાડા તથા ખરાની જમીન રજવાડા સમયમાં ફળવણી કરાઈ હતી 36 ગ્રામજનો રાજાશાહી સમયથી આ જમીન પર કબજો ધરાવે છે.જ્યારે ગામતળ વધતા ધાંગધ્રાના નાયબ કલેકટર દ્વારા આ જમીન પંચાયતને સોંપવા હુકમ કરાયો હતો.
રાજાશાહી સમયથી જમીન પર કબજો ધરાવતા ગ્રામજનોએ સુરેન્દ્રનગર કલેકટર કચેરી રીવિઝનમાં ફ્રિયાદ કરતાં કેસ ચાલી ગયો હતો અને 10/06/19ના રોજ આ જમીન ફળવણી કરવા હુકમ કરાયો હોવાનુ આવેદનપત્ર માં જણાવ્યું હતુ.જેને આશરે ત્રણ વર્ષ વીતવા છતાં જમીન ફળવણી કરવાની જગ્યાએ જમીન ખાલી કરાવવા પાટડી મામલતદાર કચેરીથી ટીમ પહોંચતા રાજાશાહી સમયથી જમીન પર કબજો ધરાવતા આશરે 36 લોકોમાં રોષ વ્યાપ્યો હતો તેથી પાટડી પ્રાંત અધિકારી કચેરીએ આવી જમીન ફળવવા તજવીજ હાથ ધરવામાં આવે તેવી જયંતિ
પટેલ,આર.પી.ડોડિયા,ધીરજ પટેલ, ધર્મેન્દ્રસિંહ ઝાલા,સહિત રજૂઆત કરવા પહોંચ્યા હતા જો આગામી સમયમાં જમીન ફળવણી કરવા કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો 36 લોકોએ સામૂહિક આત્મવિલોપન કરવાની ચીમકી આવેદનપત્રમાં ઉચ્ચારી હતી