- રક્ષાબંધનના દિવસે બપોરે 1:31 વિષ્ટીકરણ સુધી હોવાથી રાખડી બાંધવા માટે 1:31 પછીનો સમય શુભ રહેશે
રક્ષાબંધન એટલે પ્રેમ બંધન આ દિવસે બહેનો ભાઈના હાથે લાગણી સાથે રાખડી બાંધે છે અને સાથોસાથ ભાઈના હૃદય ને સ્નેહ સંયમ અને સાહસ નો સુભગ સંગમ છે રક્ષાબંધન પહેલા ભગિની તેના મસ્તક પર કુમકુમ તિલક કરે છે માત્ર ભાઈ ના મસ્તકની પૂજા નથી પરંતુ ભાઈના વિચારો અને વિવેક પર વિશ્વાસુનું દર્શન છે બહેનના હાથે ભાઈના લલાટે કરાયેલું તિલક ભાઈને ત્રિલોચન બનાવવાનું સૂચન કરે છે
દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે. આ દિવસે બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેના સમૃદ્ધ જીવનની કામના કરે છે અને ભાઈ તેની બહેનની રક્ષા કરવાની પ્રતિજ્ઞા લે છે. આ વખતે રક્ષાબંધન 19 ઓગસ્ટ, સોમવાર ઉજવવામાં આવશે. આ વખતે રક્ષાબંધન પર ભદ્રાનો પડછાયો છે, જેને રાખડી બાંધવાનો યોગ્ય સમય 1:31 રાખડી બાંધવી શુભ રહેશે
રક્ષાબંધન નો ઇતિહાસ
રક્ષાબંધન વિશે ઘણી હિન્દુ પૌરાણિક કથાઓ છે. આવો તમને જણાવીએ કે રક્ષાબંધનના ઈતિહાસ વિશે પુરાણોમાં શું કહેવામાં આવ્યું છે.
પૌરાણિક કથાઓ અનુસાર, રક્ષાબંધનની શરૂઆત મહાભારત સાથે જોડાયેલી છે. કહેવાય છે કે મહાભારતના યુદ્ધ દરમિયાન ભગવાન કૃષ્ણની આંગળીમાં સુદર્શન ચક્રથી ઈજા થઈ હતી, જેનાથી લોહી વહી રહ્યું હતું. આ જોઈને દ્રૌપદીએ તેની સાડીનો એક ટુકડો ફાડી નાખ્યો અને લોહી વહેતું બંધ કરવા માટે તેને બાંધી દીધું. ત્યારથી આ કાપડનો ટુકડો પવિત્રપ્રેમનું પ્રતીક બની ગયો.
આ ઘટના પછી ભગવાન કૃષ્ણએ દ્રૌપદીને જીવનભર તેની રક્ષા કરવાનું વચન આપ્યું હતું. આ પછી ભગવાન શ્રીકૃષ્ણએ વસ્ત્રાહરના સમયે દૌપદીની રક્ષા કરીને પોતાનું વચન પૂરું કર્યું. આ ઘટના બાદ રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવે છે. આ દિવસે બહેનો ભાઈઓના કપાળ પર ’તિલક’ લગાવે છે અને તેમના કાંડા પર દોરો કે રાખડી બાંધે છે.
આ તહેવાર બહેનોની ભાઈ પ્રત્યેની બિનશરતી વિશ્વાસ દર્શાવે છે. આપણા શાસ્ત્રમાં બીજી એક કથા છે કે કુંતાજીએ અભિમન્યુને રાખડી બાંધી હતી. આપણે ત્યાં પરંપરા છે કે ફક્ત ભાઇ-બહેનને જ નહી સંતાનનોની રક્ષા માટે માતા પુત્ર કે દાદી પૌત્રને રક્ષાસૂત્ર બાંધી શકે.
રક્ષાબંધનની સાથે નાળિયેરી પુનમ,હયગ્રિવ જયંતી તથા જનોઈ બદલવા માટેનો પણ શુભ દિવસ છે.
રક્ષાબંધનની વિધિ: રક્ષાબંધનના દિવસે બહેનોએ શુભ સમયે એક થાળીમાં વસ્ત્ર પાથરી કંકુ-ચંદન, ચોખા, મીઠાઈ રાખવી. ત્યારબાદ સૌપ્રથમ ગણપતિદાદા ને દિવો કરી કંકુથી ચાંદલો ચોખા કરવા તથા શ્રીકૃષ્ણ ભગવાનને ચંદનનો ચાંદલો, ચોખા કરવા ભગવાનને રાખડી પહેરાવી પોતાની રક્ષા માટેની પ્રાર્થના કરવી. ત્યારબાદ ભગવાનને મીઠાઈ અર્પણ કરવી. ત્યારબાદ પોતાના ભાઈને ચાંદલો ચોખા કરી જમણા હાથે રાખડી બાંધી મીઠુ મોટુ કરાવી દુખણા લેવા . પૌરાણીક કથા અનુસાર કુંતા માતાએ અભિમન્યુને રાખડી બાંધી હતી. મેવાડની રાણી કર્ણાવતીએ હુમાયુને રક્ષાબંધનની રાખડી મોકલી ધર્મનો ભાઈ બનાવ્યો હતો. એક અન્ય કથા અનુસાર શિશુપાલના વધ સમયે શ્રીકૃષ્ણ ભગવાન ને આંગળીમાં લાગે છે. ત્યારે દ્રૌપદીજીએ પોતાની સાડી ફાડી અને શ્રીકૃષ્ણ ભગવાનની આંગળીમાં બાંધે છે અને ભગવાને પણ દ્રૌપદીજીની રક્ષા કરેલી. આ દિવસે સાગર ખેડુ, માછીમારો દરીયામાં શ્રીફળ પધરાવીને દરિયાનું પુજન કરે છે.
યજ્ઞોપવિત ધારણ કરવાનો શુભસમય
શ્રાવણ સુદ પુનમ ને સોમવાર તા. 19.8.ર ના દિવસે રક્ષાબંધન છે. તથા આ જ દિવસે શ્રાવણી પર્વ પણ છે આથી ભુદેવો તથા અન્ય જે લોકો યજ્ઞોપવિત ધારણ કરે છે તેઓ એ આ જ દિવસે યજ્ઞોપવિત એટલે કે જનોઈ વિધિસર બદલાવાની રહેશે રક્ષાબંધન ના દિવસે બપોરે 1.31 શુધી વિષ્ટી કરણ હોતા રાખડી બાંધવા માટે વિષ્ટિ કરણ ને દોષ કારક માનવામાં આવે છે આથી બપોર ના 1.31 પછી રાખડી બાંધવી શુભ રહેશે જ્યારે જનોઈ બદલાવા માટે વિષ્ટી કરણ દોષ કારક ગણાતું નથી આથી સોમવારે સવારે જનોઈ બદલાવી શુભ રહેશે
- રાખડી બાંધવાનો શુભ સમય
- દિવસના ચોઘડિયા :-
- ચલ લાભ અમૃત
- બપોરે 2.26 થી સાંજે 7.15 સુધી
- રાત્રે પ્રદોષ કાળનો શુભ સમય રાત્રે 7.14થી 9.28
- જનોઈ બદલાવવા માટે શુભ હોરાની યાદી
- સવારે ચંદ્ર હોરા 6.27 થી 7.30
- ગુરુ હોરા 8 .35 થી 9.39
- બુધ તથા શુક્ર ની હોરા બપોરે 11.46 થી 1.53
- રાશી પ્રમાણે કેવા કલરની રાખડી બાંધવી
જયોતિષ તથા પંચાગના રક્ષાબંધન ના દિવસે શાસ્ત્ર તથા પુરાણ પ્રમાણે જોઈએ તો બધા જ કલરની રાખડી શુભ જ ગણાય છે. પરંતુ સાથે જયોતિષ પ્રમાણે રાશિ પ્રમાણે કયા કલરની રાખડી બહેનો એ ભાઈને બાંધવી વધારે ઉત્તમ ગણાય તે રજુ કરેલ છે.
- મેષ(અ.લ.ઈ.) : લાલ તથા પીળા કલરની રાખડી બાંધવી શુભ છે.
- વૃષભ: (બ.વ.ઉ.) સફેદ અથવા મિકસ કલરની રાખડી બાંધવી શુભ છે.
- મિથુન (ક.છ.ઘ.) : લીલા અથવા ગુલાબી રંગની રાખડી બાંધવી શુભ છે.
- કર્ક (ડ.હ.) : સફેદ અથવા લાલ રંગની રાખડી બાંધવી શુભ છે.
- સિંહ (મ.ટ.) : પીળા અથવા ગુલાબી રંગની રાખડી બાંધવી શુભ છે.
- ક્ધયા (પ.ઠ.ણ.) : લીલા અથવા બ્લુ રંગની રાખડી બાંધવી શુભ છે.
- તુલા (ર.ત.) : ગુલાબી અથવા સફેદ રંગની રાખડી બાંધવી શુભ છે.
- વૃશ્ચિક (ન.ય.) : લાલ રંગની રાખડી બાંધવી શુભ છે.
- ધન (ભ.ફ.ધ.) : કેસરી અથવા પીળા રંગની રાખડી બાંધવી શુભ છે.
- મકર (ખ.જ.) : ગુલાબી અથવા લીલા રંગની રાખડી બાંધવી શુભ છે.
- કુંભ (ગ.શ.સ.) : ગુલાબી અથવા બ્લુ રંગ ની રાખડી બાંધવી શુભ છે.
- મીન (દ.ચ.ઝ.થ.) : પીળા અથવા કેસરી રંગની રાખડી બાંધવી શુભ છે.
- (શાસ્ત્રી રાજદીપ જોષી-વેદાંત રત્ન)