વેકેશનના નવરાશના સમય બાળકો સંગીત-ચિત્ર-નૃત્ય જેવી વિવિધ કલાઓ નિષ્ણાંત પાસેથી શીખી રહ્યા છે
વર્કશોપના અંતિમ દિવસે બાળકોના સંર્વાગી વિકાસમાં ‘મા-બાપ’ની ભૂમિકાનો પરિસંવાદ યોજાશે
મે મહિનો એટલે મામાના ઘરનો મહિનો પણ આજના ઇન્ફર મેશન ટેકનોલોજીના યુગમાં વિવિધ ઇલેકટ્રોનિક ગેઝેટ વચ્ચે બાળકોનું સમય વેકેશનનો ભોગ લેવાયો છે. વિજ્ઞાન અને ટેકનોલોજીને મળી વિના ઘણા કાર્યો સરળ બનાવ્યા પણ સામે બાળકોનુ બાળપણ છીનવી લીધું છે. સમગ્ર દેશમાં આજે બાળ કાર્યક્રમોની અછત જોવા મળે છે. ત્યારે દેશમાં આજે બાળ કાર્યકમોની અછત જોવા મળે છે. ત્યારે દેશમાં બાળ પ્રવૃતિ કરતા 7ર બાલભવનનો કાર્યરત છે.
આપણાં સૌરાષ્ટ્રમાં અમરેલી અને રાજકોટમાં આવા બાલભવનો આવેલા છે. જયાં આખુ વર્ષ બાળ કાર્યક્રમો થાય છે.શહેરના બાલભવન ખાતે બાળકોના રહેલા વિવિધ છૂપી કલાને પ્રોત્સાહીત કરીને તેને નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપીને તેના રસ રૂચીના કાર્યમાં વેગ આપવા સમય ટ્રેનીંગ વર્ગો ચાલી રહ્યા છે. જેમાં એક હજારથી વધુ બાળકો જોડાયા છે.
ઓરેબીક, ચિત્ર, સંગીત, નૃત્ય, ચેસ, કેરમ, વેસ્ટમાંથી બેસ્ટ, કોમ્પયુટર લનીંગ, વેસ્ટર્ન ડાન્સ જેવા વિવિધ વર્ગોમાં બાળકો ઉત્સાહ ભેર ભાગ લઇ રહ્યા છે. આ વર્ગોનું ‘અબતક’ ચેનલ અને ડીજીટલ પ્લેટ ફોર્મ પર લાઇવ કાર્યક્રમ પ્રસારીત કરતા વિશ્ર્વભરના હજારો લોકોએ નિહાળીને આવી બાળ પ્રવૃતિની સરાહના કરી હતી. આવતીકાલના નાગરીક ના સુંદર ઘડતર માટે શ્રેષ્ઠ બાળપ્રવૃતિ થઇ રહી છે.
ઉનાળુ વેકેશન એટલે શીખવાનો મહિનો ગણાય છે. ત્યારે ટબુકડા બાળકોનો એક મેળો બાલભવન ખાતે દરરોજ સાંજે જોવા મળી રહ્યો છે. અબતક સાથે લાઇવ વાતચીતમાં પણ ઘણા વાલીઓએ બાળકોના સંર્વાગી વિકાસ માટે આવા કાર્યક્રમની જરુરીયાત પર ભાર મુકયો હતો.