દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હંમેશા ગરીબો, શોષીતો, વંચિતો, અનુસૂચિત જાતી, પછાત વર્ગના કલ્યાણ માટે સમર્પિત છે.ત્યારે માન. મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 8 વર્ષ પૂર્ણ થયા છે અને આ વર્ષોમાં દેશના હિતમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે અને અંત્યોદયના ધ્યેયને હાંસલ કરવાની દિશામાં દેશ વિકાસના ક્ષેત્રે નવી ઉંચાઈઓને સ્પર્શી સતત પ્રગતિના પંથે આગળ વધી રહયો છે. મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારને સુશાસનના 8 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ ના માધ્યમથી દેશભરમાં વિવિધ સેવાકીય કાર્યોથી આ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ યુવા મોરચા ધ્વારા શહેરના તમામ વોર્ડમાં તીરંગા યાત્રા યોજાઈ હતી.
તીંરંગા યાત્રાનો પ્રારંભ વિવિધ વોર્ડમાં કમલેશ મિરાણી, મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, બીનાબેન આચાર્ય, જીતુભાઈ કોઠારી, ડો.પ્રદીપ ડવ, ડો. ધનસુખ ભંડેરી, નિતીન ભારધ્વાજ, રક્ષાબેન બોળીયા, કશ્યપ શુકલ, ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, ડો.દર્શીતાબેન શાહ, પુષ્કર પટેલ, સુરેન્દ્રસિંહ વાળા, અતુલ પંડીત, ડો.અતુલ પંડયા સહીતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી તીરંગા યાત્રાનો પ્રારંભ કરાવી જોડાયા હતા. તીરંગા યાત્રાનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તીરંગા યાત્રાને સફળ બનાવવા શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ કિશન ટીલવા, કુલદીપસિહ જાડેજા, હેમાંગ પીપળીયાના માર્ગદર્શન હેઠળ યુવા મોરચાની ટીમે જહેમત ઉઠાવી હતી અને આ તીરંગા યાત્રામાં શહેરના હોદેદારો, વોર્ડના પ્રમુખ, મહામંત્રી, કોર્પોરેટરો, શિક્ષ્ાણ સમિતિના સદસ્યો સાથે તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ જોડાયા હતા.