સરકાર દ્વારા જનજાગૃતિના મહતમ કાર્યક્રમોનો લાભ ઉઠાવતા યુવાનો

આર્મીમાં ભરતીની પ્રક્રિયા આગામી ૬ જુલાઈએ આણંદ જિલ્લામાં યોજવા જઈ રહી છે. ત્યારે આ વખતે ગુજરાતનાં યુવાનોએ ભારે ઉત્સાહ સાથે આ ફોર્મ ભર્યા છે.

અત્યાર સુધીમાં રેકોર્ડ બ્રેક ૭૧,૦૩૯ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી મિલિટરીને કારકીર્દી બનાવવા રસ દાખવ્યો છે. અત્યાર સુધીનો આ મહતમ આંકડો છે.

આર્મી ફોરમ દ્વારા તેનો આ આંક વધારે હોય આ પરીક્ષા માટે જિલ્લા પ્રમાણે ગોઠવવામાં આવનાર છે.

આર્મી રીક્રુટમેન્ટ રેલી, આણંદ માટે યુવાનોએ ઓનલાઈન ફોર્મ ભર્યા અંગે આ વિંગના કમાન્ડર અભિષેક મતિમન જણાવે છે કે રાજય દ્વારા આ ભરતીમાં ૨૦૧૪થી ક્રમશ: વધારો નોંધાયો છે.

આ પ્રાપ્ત માહિતી મુજબ અત્યાર સુધી દર વખતે ભરતીમાં આ એવરેજ ૩૦૦ ફોર્મ રેલી દીઠ ભરવામાં આવતા હતા. જામનગર સહિત ૪૦૦ ફોર્મ રેલી દીઠ નોંધાયા હોવાનો આંક ૨૦૧૩-૧૪ સુધી સ્થિર રહ્યો હતો.

૨૦૧૬-૧૭માં જામનગર ખાતે રીક્રુટમેન્ટ ઓફીસ દ્વારા ૪૯૨ જયારે અમદાવાદના-હિંમતનગર ખાતે ૭૮૬ નોંધાયા બાદ સરકાર દ્વારા જાગૃતિ માટે ખાસ કાર્યક્રમો પ્રદર્શનો તેમજ આર્મીમાં જોડાવવા માટેની પ્રક્રિયામાં જાતે જ ઓનલાઈન નોંધણી કરાવવા માટે વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૧૭ હેઠળ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જેના ફળ સ્વ‚પે આજે યુવાનોએ આર્મીમાં જોડાવવા માટે ઉત્સાહ બતાવ્યો છે.

ગુજરાત સરકારનાં સહકારથી જાગૃતિના કાર્યક્રમોમાં વધારો થતા યુવાનોએ તેમની કારકીર્દીનાં વિકલ્પ માટે આર્મી પર પસંદગી ઉતારીને ઐતિહાસીક મહતમ ૭૧,૦૦૦થી વધુ અરજીઓ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.