વલ્લભાચાર્ય ફાઉન્ડેશન પૂર્વ ઝોનના આંગણે મધુસુદનલાલજી મહોદયે કરાવ્યું કૃષ્ણ ચરિત્રામૃત કથાનું રસપાન
વલ્લભાચાર્ય ફાઉન્ડેશન પૂર્વ ઝોનનાં આંગણે કૃષ્ણ ચરિત્રામૃત કથાનું આયોજન કરવામાં આવ્યું હતુ ૧૧ મે થી ૧૩ મે દરમિયાન અટલ બિહારી બાજપાઈ હોલ, સેટેલાઈટ ચોક ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.
ગો. વલ્લભલાલજી મહારાજની કૃપાથી તથા ગો. ગોવિંદરાયજી મહારાજની પ્રેરણા એવં માર્ગદર્શન અનુસાર કૃષ્ણ ચરિત્રનું રસપાન વકતા મધુસુદનલાલજી મહોદય રૂચિર કુમારજી દ્વારા કરાવવામાં આવ્યું હતુ. જેમાં ૧૧ મેના રોજ મધુસુદનલાલજી મહોદય દ્વારા પ્રથમ સત્રનો પ્રારંભ કરાયો હતો. કૃષ્ણજન્મ પ્રકરણ બાલલીલા ચરિત્ર ઉપરનું રસપાન કરાવવામાં આવ્યું હતુ.
ત્યારબાદ ૧૨મેના રોજ સત્ર પ્રારંભ,ગોવર્ધન લીલા, યમુનાજી ચરિત્ર, ગીરીરાજજી ચરિત્રામૃત આદિ લીલાનું વર્ણન કરવામા આવ્યું હતુ.
તેમજ ૧૩મેના રોજ સત્ર પ્રારંભ કૃષ્ણ રાસલીલા, ગોપીગીત, ભ્રમર ગીત ઉધ્ધવ ચરિત્ર તથા અન્ય પ્રકરણોનું રસપાન કરાવવામાં આવ્યું હતુ.
મધુસુદનલાલજી મહોદય રૂચિકુમારજી દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત ભકતજનોને મહાપ્રભુજીનો પૃષ્ઠીમાર્ગનો મહિમાં સમજાવવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતુ કે ઠાકુરજીનાં રૂપી આ દેહદાન નથી ગીરીરાજરૂપી આ દેહદાન છે. કારણ કે ગીરીરાજજી, ઠાકુરજી અને યમુનાજી આ ત્રણેય સ્વરૂપોમાં કોઈ ભેદ જ નથી. મહાપ્રભુજીનાં નામનું સ્મરણ કરીએ કેમકે ઠાકુરજી મહાઉદાર છે.
તેમણે કહ્યું હતુ કે કોઈ એક બે કારણ માટે ભગવાન અવતાર ધારણ ન કરે પરંતુ આખી ધરા (પૃથ્વી) પ્રચિત થતી હોય ત્યારે ભગવાન અવતાર ધારણ કરે છે.
‘અબતક’ સાથેની વાતચીતમાં સુરેશ રૈયાણીએ જણાવ્યું હતુ કે વલ્લભાચાર્ય ફાઉન્ડેશન પૂર્વ ઝોન તરફથી આયોજીત કૃષ્ણ ચરિત્રામઅત રસપાનના વકતા રૂચિરકુમાર બાવાજી ચરણાંટ હવેલી તરફથી કૃષ્ણનાં જન્મોત્સવની બાલલીલાનું ખૂબ સુંદર રીતે વર્ણન કરવામાં આવેલ છે અને દરેક ભાવિક વૈષ્ણવજનો તેમજ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.
આ કાર્યક્રમમાં મેયર જૈમિનભાઈ ઉપાધ્યાય, ડે.મેયર દર્શિતાબેન શાહ, કોર્પોરેટર મુકેશ રાદડીયા, અનિલ રાઠોડ, સહિતના લોકોએ કૃષ્ણ ચરિત્રામૃતનું રસપાન કર્યું હતુ.
આ કાર્યક્રમ સફળ બનાવવા માટે અરવિંદભાઈ ભેંસાણીયા, સુરેશભાઈ રૈયાણી, હર્ષદભાઈ જોગી, ગોપાલભાઈ ઉઘાડ, કેતનભાઈ પિત્રોડા વિગેરે જ ખૂબજ જહેમત ઉઠાવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com