વૈષ્ણવાચાર્ય પૂ.જયદેવલાલજી અને પૂ.વ્રજરાજકુમારજીએ ફૂલ ફાગ-રસિયાનો મહિમા સમજાવી આશિર્વચન પાઠવ્યા: ’અબતક’ના લાઈવ પ્રસારણ મારફતે હજારો લોકોએ ઘરબેઠા કાર્યક્રમ નિહાળ્યો

શ્રીજી ગૌશાળામાં વૈષ્ણવાચાર્ય પૂ. જયદેવલાલજીના સાનિધ્યમાં ફૂલ ફાગ રસિયા ગાન મહોત્સવનું શ્રીમદ વલ્લભાચાર્ય સેવા સંઘ દ્વારા દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વેળાએ પૂ. વ્રજરાજકુમારજી મહોદયની પણ પ્રેરક ઉપસ્થિતિ રહ્યા હતા. બન્ને દ્વારા ફૂલ ફાગ-રસિયાનો મહિમા સમજાવી આશિર્વચન પાઠવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં હજારો વૈષ્ણવો જોડાઈને ભક્તિરસમાં તરબોળ થયા હતા.

vlcsnap 2024 03 11 09h10m16s899

શ્રીમદ વલ્લભાચાર્ય સેવા સંઘ દ્વારા વૈષ્ણવ ધર્મના પ્રચાર પ્રસાર અર્થે તેમજ નવી પેઢીમાં સંસ્કારોનું સિંચન કરવા માટે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું સમયાંતરે આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આગામી ગઈકાલે રાજકોટ- જામનગર હાઇવે ઉપર ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમની સામેની બાજુ આવેલ શ્રીજી ગૌશાળા ખાતે ભવ્ય ફૂલ ફાગ રસિયા ગાન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ પૂ. વૈષ્ણવાચાર્ય જયદેવલાલજી મહોદય ( કડી-અમદાવાદ-દિલ્હી) ના સાનિધ્યમાં યોજાયો હતો. આ વેળાએ પૂ. વ્રજરાજકુમારજી મહોદયની પણ પાવન ઉપસ્થિતિ રહી હતી.

હોળી ફુલફાગ રસિયા ગાન સાંસ્કૃતિક કાર્યક્રમનો દિવ્ય લાભ હજારો વૈષ્ણવોએ ઉપસ્થિત રહી લીધો હતો. આ ઉપરાંત અબતક દ્વારા ચેનલ અને  તમામ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર  કાર્યક્રમનું લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેને કારણે હજારો લોકોએ ઘરેબેઠા આ કાર્યક્રમ માણ્યો હતો.

WhatsApp Image 2024 03 11 at 9.22.06 AM 1

તરઘડીમાં પૂ. જયદેવલાલજીની નિશ્રામાં 28 એપ્રિલે સર્વોત્તમ વન નિર્માણનો કાર્યક્રમ

વૈષ્ણવાચાર્ય પૂ. જયદેવલાલજી મહોદયની પ્રેરણાથી તરઘડીમાં જે.જે.મહેતા સ્કૂલ પાસે 15 એકર વિશાળ જગ્યામાં શ્રીમદ વલ્લભાચાર્ય સંસ્કારધામનું નિર્માણ થઇ રહ્યું છે. અગાઉ તેનું ખાતમુહૂર્ત થઈ ચૂક્યું છે. અહીં રાજકોટ જિલ્લાનું પ્રથમ મહાપ્રભુજીના 108 દિવ્યનામો સાથેનું સર્વોત્તમ વન તૈયાર થનાર છે. જેમાં 28 એપ્રિલના રોજ સવારે 11:30 કલાકે 108 વૃક્ષોના નામકરણ સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમની વધુ વિગત માટે લલિતભાઈ મો.નં.9924844965 ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.