ટ્રસ્ટીગણ દ્વારા પારંપરરીક ધ્વજા પૂજા કરાઈ: મહામૃત્યુંજય યજ્ઞનો પ્રારંભ
શ્રાવણના પ્રથમ દિવસે હજારોની સંખ્યામાં ભકતો સોમનાથ મહાદેવના શરણે ઉમટી પડયા હતા. પ્રાંત: કાળે મહાદેવને મહાપૂજા પ્રાંત આરતીનો લ્હાવો લઈ ભકતો ધન્ય બન્યા હતા. પ્રાંત આરતીમાં શ્રી સોમનાથ મહાદેવને સ્વયંભૂ વરૂણદેવે વર્ષા સ્વરૂપે મંદિર પર અભિષેક કરેલ હતો.
વિશેષમાં ટ્રસ્ટી સેક્રેટરી પ્રવિણભાઈ લહેરીએ જણાવેલ કે યાત્રા સુવિધા માટે પ્રસાદી અને ગંગાજળ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવેલ છે યાત્રીકોને કોઈ જગ્યાએ લાંબો સમય લાઈનમાં ઉભા ન રહેવું પડે પથિકાશ્રમની જગ્યા છે. તેમાં યાત્રાઓને આ અત્રે આવતા લોકોનું ભકિતમય વાતાવરણ જળવાઈ રહે. અત્યારે વરસાદની સીઝન હોવાથી અને લાઈટ શો ચાલી શકતો નથી. પરંતુ સારો દિવસ હશે તો એ પણ ચાલુ રાખવા માટે પ્રયાસ કરાશે.