પોલીસ ગ્રાઉન્ડ સામે જોર શોરથી થયેલા વૃક્ષારોપણ બાદ વૃક્ષોની જાળવણીમાં તંત્રની લાપરવાહી.
સુરેન્દ્રનગર જીલ્લા મા હાલ મા નિમ્ન વરસાદ થયો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વન વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા ના પોલીસ ગ્રાઉન્ડ ની સામે હજારો વૃક્ષો નું વાવેતર થોડા સમય પહેલા કરવા મા આવિયુ હતું પરંતુ આ વાવેલ વૃક્ષ ની સાર સંભાળ ના અભાવે બળી ગયા હતા.
સુરેન્દ્રનગર જિલ્લો સવથી ઓછા વૃક્ષ ધરાવતો ગુજરાત નો જિલ્લો ગણવા મા આવે છે ત્યારે સુરેન્દ્રનગર વન વિભાગ ની બેદરકારી ને કારણે હજારો વવાયેલા વૃક્ષો સાર સંભાળ ના અભાવે બળી ગયા છે ત્યારે હજુ પણ વન વિભાગ દ્વારા આ બાબતે કોઈ જાત ના પગલાં કે બીજા વવાયેલ વૃક્ષો ની સાર સંભાળ લેવા મા આવે છે કે નહિ તે હાલ તપાસ નું કારણ બન્યું છે આગવ પણ વન વિભાગ ની બેદરકારી ના કારણે સુરેન્દ્રનગર ના ધોળી ધજા ડેમ પાસે આવેલા મેદાન મા વાવાયેલા વૃક્ષો બળી ગયા હતા