શાહી નદી પર પુલ નહોવાથી વિઘાર્થીઓ અને ખેડુતો દરરોજ કમર સુધીના પાણીમાં ચાલીને જાય છે
૧પ દિવસ પૂર્વે એક યુવાન તણાઇ જતા તેનું મોત પણ થયું હતું, છતાં તંત્ર ન જાગ્યુ
ખજુદ્રા ગામે હજુ પણ વીજળી સહિતની પ્રાથમીક સુવિધાનો અભાવ: માત્ર થોડા જ વરસાદમાં ગામ સંપર્ક વિહોણુ બની જાય છે.
ઉના તાલુકાના ખજુદ્રા ગામ ના છેવાડે શાહી નદી પસાર થાય છે અને સામે કાઢે આવેલા છે ખજુદ્રા ગામના આશરે ૪૫ જેટલા પરીવાર.. રોજિંદા આ પરિવાર ના સભ્યો ને આશરે ૩૫ જેટલાં વિદ્યાર્થીઓને શાહી નદી મા કમર સમાં કે વધુ પાણીમાથી જીવ જોખમ મા મુકી ને પસાર થવુ પડે છે. ઉલ્લેખનીય છે ૧૫ દિવસ પહેલા ઊના મા ભારે વરસાદ વરસ્યો હતો અનેક ગામો બેટ મા ફેરવાયા હતા ત્યારે ખજુદ્રા ગામ ની શાહિ નદી મા ઘોડાપુર આવ્યુ હતુ. જેમાં આ વિસ્તાર નો ભુપત નામનો યુવાન આ શાહી નદી પસાર કરતા તણાયો હતો અને તેમનું મોત થયુ હતુ.. તેમજ ભારે વરસાદ ના સમયે લોકોએ ભારે હાલાકી ભોગવી..૧૧ થી ૧૨ દિવસ લોકો સુધી તંત્ર ના પહોંચ્યું.
ગત ૧૦ થી ૧૫દીવસ પહેલા આવેલ ભારે વરસાદે ખજુદ્રા ગામ ની શાહિ નદી ના સામે કાઠે આ આવેલ વિસ્તારમાં જ્યાં આશરે ૪૫ જેટલા પરીવાર વસવાટ કરે છે જેમને ભારે વરસાદના કારણે આ વિસ્તારના ઘરમા વરસાદી પાણી ઘુસી જતા અનાજ સહિત ની ઘરવખરી પાણી મા ગરકાવ થઈ હતી.. કોઝવે કે પુલ ના હોવાના કારણે ૮ થી ૧૦ દિવસ બાળકો સહિત લોકો સંપર્ક વિહોણા રહ્યા હતા. નદી મા પાણી હોવાના કારણે બાળકો ને એકલા સ્કુલે મોકલવામાં પણ ડર લાગે છે. હાલ પરિસ્થિતિ એવી છે નો છુટકે નદી પાર કરવી પડે. ઘર માં વૃદ્ધ કે બાળકો બીમાર હોય ૧૦૮ જેવી એમ્બ્યુલન્સ અહીં સુધી આવતી નથી. પુલ ના હોવાના લીધે અનેક તકલીફો વેઠવી પડે છે.
વરસાદ ના પહેલા પાણી માં ક એક યુવક તણાય ને મૃત્યુ પામેલ છે. ભારે વરસાદ ના સમયે ૧૧ દિવસ રાત દિવસ ભૂખ્યાં રહી ને પસાર કરેલ. નાના બાળકોને નદી માંથી તરી ને શાળાએ મુકવા જવું પડે છે. રાજકીય આગેવાનો ચૂંટણી સમયે મત લેવા આવે છે ત્યારે મોટા વાયદાઓ કરે છે કે નાળુ બની જશે.. આ નદી ઉપર વહેલી તકે પુલ બનાવવામાં આવે તેવી માંગ છે…ખજુદ્રા ગામની શાહી નદીના સામે કાઠે રહેણાકીય વિસ્તાર હોવાથી નદી પાર કરતી વખતે ડર લાગે છે. એમા પણ બાળકો ને સ્કુલે મુકવા જતી વખતે નદી પસાર કરતા ઉપરવાસ માથી પાણી આવી જવાનો ભય રહે છે . આ વિસ્તારમાં જ્યોતિગ્રામ વીજળી પહોંચી નથી જેથી વીજળી ના હોય તેવા સમયે ખુલ્લા માં સુવાનો પણ ડર લાગે છે.. સીમ વિસ્તાર નજીક હોવાથી દિપડા જેવા હિંસક પ્રાણીઓ અવારનવાર ઘર સુધી આવી પહોંચે છે. નદી માં પાણી નો વેગ વધુ હોય ત્યારે ૮ થી ૧૦ દીવસ સુધી બાળકોને સ્કુલે જવાનુ પણ ટાળવું પડે છે. ચુંટણી આવે એટલે નેતાઓ આવે અને કોઝવે બનાવા ના વાયદાઓ પણ આપે છે..
ગરાળ થી ખજુદ્રા ગામને જોડતો રસ્તો ગાડામાર્ગ રસ્તો છે,જે આશરે ૪.૫ કિલોમીટર છે.જે માટે સરકાર શ્રીમાં ૨૫૦ લાખની દરખાસ્ત પણ કરેલ છે.આ રસ્તા ઉપર ૨.૫ કિલોમીટર ઉપર ભૂતદાદાદા આશ્રમ તેમજ ગરાળ સીમશાળા આવેલ છે.આ રસ્તા માટે રાજકીય આગેવાનો તેમજ બંને ગામના ગ્રામજનો દ્વારા આ અંગે રજુઆત કરેલ છે કે જો આ રસ્તો થાય તો બંને ગામના બાળકો તેમજ ગ્રામજનો ને ચોમાસા દરમિયાન શાહી નદી માં પુર અને પાણી આવતા બાળકોને શાળાએ જવામાં તકલીફ પડે છે.આ રસ્તો ગાડામાર્ગ અને નોન પ્લાન રસ્તો છે તેમ છતાં આગામી સમય માં કામ મંજુર થતા મોટો પુલ બનાવવાના પ્રયત્ન કરવામાં આવશે.