ધીશન 2023 ટેકનોલોજીમાં આવી ઉત્ક્રાંતિ દર્શાવી
200 જેટલા વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો
આઇટી કંપનીના માલિકો સહિત 3000 વિદ્યાર્થીઓએ ધીશન 2023ની મુલાકાત લીધી
રાજકોટ શહેરની ભાગોળે આવેલી હરી વંદના કોલેજ હંમેશા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પાછળ કાર્યરત રહે છે ત્યારે આઇટી તેમજ ટેકનોલોજી અને સોશિયલ મીડિયાના દિનપ્રતિદિન વધતા સદ ઉપયોગને વિદ્યાર્થીઓ તેમના જીવનમાં કઈ રીતે ઉતારી શકે તેવા હેતુસર ધીશન 2023 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેની ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા,ગોંડલ વિસ્તારના યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ જાડેજા સહિતના મહાનુભાવો તથા 20 જેટલી આઈટી કંપનીના માલિકો તથા 3000થી પણ વધુ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમની મુલાકાત લીધી હતી.હરિવંદના કોલેજના સર્વેશ્વરભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમને યોજવામાં આવ્યો હતો.
કોલેજના 200 વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર ભાગ લીધો હતો વિદ્યાર્થીઓ દ્વારા 150થી વધુ વિષયોને કાર્યક્રમમાં આવરી લેવામાં આવ્યા હતા. તેમજ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર સાયબર ક્રાઇમમાં થતા ફ્રોડ તેમજ સાયબર સિક્યુરિટી પર જાગૃતતા ફેલાવવાના લાઇવ ડેમો રહ્યા હતા. ટેકનોલોજીમાં આવેલી ઉત્ક્રાંતિને આ કાર્યક્રમમાં દર્શાવવામાં આવી હતી સાથોસાથ આઠ જેટલા સોશિયલ મીડિયાના ટોપીકને પણ કાર્યક્રમમાં આવરી લેવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં ટ્રસ્ટી, કોલેજના વિદ્યાર્થીઓ તથા દરેક ફેકલ્ટીના શિક્ષકગણએ જહેમત ઉઠાવી હતી.
આવનારા દિવસોમાં દરેક કોલેજમાં આવા જાગૃતિના કાર્યક્રમો થવા જોઈએ: જયેશભાઇ રાદડિયા
ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા જણાવ્યું કે,હરીવંદના કોલેજ ખાતે જે આઈટી ફેરનું આયોજન થયું છે.તેમાં ખાસ દીકરીઓને તેમના વાલીને ઉપયોગી બન્યું છે.સાથોસાથ આજના સમયમાં યુવાનો દ્વારા આવું સુંદર કાર્ય થઈ રહ્યું છે તે ખૂબ અભિનંદનને પાત્ર છે. આગામી દિવસોમાં દરેક કોલેજમાં આવા જાગૃતિના કાર્યક્રમો થવા જરૂરી છે.
યુવાનોએ સોશિયલ મીડિયાનો સદુપયોગ કરવો જોઈએ: જ્યોતિરાદિત્યસિંહ જાડેજા
ગોંડલ વિસ્તારના યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ જાડેજા (ગણેશભાઈ)એ જણાવ્યું કે,હરીવંદના કોલેજમાં યુવાનો દ્વારા ખૂબ સરસ રીતે સોશિયલ મીડિયાના સદઉપયોગને બતાવવામાં આવ્યું છે.સાથોસાથ જે રીતે સોશિયલ મીડિયાનો દૂર ઉપયોગ થઈ રહ્યો છે.તેને અટકાવવાના પણ લાઈવ ડેમો અહીં બતાવવામાં આવ્યા છે ત્યારે યુવાનોના કાર્ય બિરદાવા પાત્ર છે.
ઇવેન્ટમાં વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહ બતાવ્યો: અશ્વિનભાઈ રાઠોડ
હરીવંદના કોલેજના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ અશ્વિનભાઈ રાઠોડએ જણાવ્યું કે, હરી વંદના કોલેજના 200 વિદ્યાર્થીઓએ આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો સાથોસાથે ઇવેન્ટને મેનેજ કરી હતી. વિદ્યાર્થીઓનો અને ઇવેન્ટમાં જોવા મળ્યો હતો.સાથોસાથ 3000થી પણ વધુ વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ સહિતના આઠ જેટલા વિષયોથી અવગત કરવામાં આવ્યા હતા.
મનુષ્યએ ટેકનોલોજીની મદદ વડે ખૂબ ઉંચા શિખરો સર કર્યા: નીરવ વ્યાસ
હરીવંદના કોલેજના આ.સી.પ્રોફેસર નીરવ વ્યાસ જણાવ્યું કે,ધીશન કાર્યક્રમ એ ટેકનોલોજી સોલ્યુશનને દર્શાવે છે.મનુષ્યએ આજે ટેકનોલોજી ની મદદ થી ખૂબ ઊંચાઈના શિખરો સર કર્યા છે.150થી વધુ વિષયોને આ કાર્યક્રમમાં આવરી લેવામાં આવ્યા છે. ટેકનોલોજી ની સાથોસાથ હાર્ડવેર પરની જાગૃત્તા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ સારી રીતના પ્રેઝન્ટ કરવામાં આવી છે.
ક્લિપિંગ સર્કિટ મોર્ડન ટેકનોલોજીને પ્રેઝન્ટ કરે છે: દેવાંશી તારોપરા
હરીવંદના કોલેજની વિદ્યાર્થીની તારોપરા દેવાંશીએ જણાવ્યું કે, ક્લિપિંગ સર્કિટ અમારું પ્રોજેક્ટ ફેરમાં અમે પ્રેઝન્ટ કર્યું છે. અમારા પ્રોજેક્ટની વિશેષતા એ છે કે આ સમગ્ર પ્રોજેક્ટ ઇલેક્ટ્રિક સીટી વગર કાર્યરત રહેશે માત્ર બેટરી પર આ પ્રોગ્રામને રન કરવામાં આવે છે. બેટરી પણ રીમુવેબલ છે.
ભૂત ભગાવો પ્રોજેકટ સોશિયલ મિડિયામાં ગેરમાર્ગે દોરતું ભૂત ઉતારે છે:રિદ્ધિ બોડા
હરિવંદના કોલેજના વિદ્યાર્થીની રિદ્ધિ બોડાએ જાણવ્યું કે,ડિજિટલ ભૂત ભગાવો પ્રોજેકટ થકી અમે હાલના સમયમાં જે સોસિયલ મેડિયાનું ભૂત લોકોને વળગ્યું છે.જે તેમને ગેરમાર્ગે દોરે છે. તેઓમાં જાગૃતા ફેલાવાનું કાર્યકરે છે. અમારું પ્રોજેક્ટ સોશિયલ મીડિયા એડમીશન રિકવરી સેન્ટર તરીકે કાર્યરત છે.