શહેર મા ઠેર ઠેર ટ્રાફિક ને બિન અર્ચણ રૂપ રીતે ધંધો વેપાર કરતા અને રોજ નું લાવી ને રોજ ખાતા અનેક પરિવારો બેહાલ બન્યા..
સુરેન્દ્રનગરમા છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકજામ ની સમસ્યા વકરતી જતી હતી ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના નગરપાલિકા મા આવેલા નવા ચીફ ઓફિસર દ્વારા દબાણ હટાવવા ની કામગીરી સરું કરવા મા આવી છે. ત્યારે સુરેન્દ્રનગરનાં મુખ્ય માર્ગો પર દબાણો હટાવવામા આવ્યા હતા.
સુરેન્દ્રનગર જીલ્લા મા મજૂરી કરી અને રોજ નું લાવી ને રોજ ખાતા પરિવારો ઘણા બધા છે. જાહેર રસ્તા ઉપર શાક ભાજી, ફળો, અને છૂટક મજૂરી, લારી ગલ્લા,ભાયાજી (પાણી પૂરી ની લારીઓ) વગેરે જેવા નાના વર્ગ કે જે બાર થી પોતાનું પેટિયું રળવા સુરેન્દ્રનગર જીલ્લા મા આવીયા છે અને જે પોતે રોજ ધંધો થાય તેમાંથી પોતાનું પ્રાથમિક જીવન પસાર કરે છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા હાલ દબાણ હટાવવા નું કામ પુર જોશમા ચાલી રહ્યુ છે.