માઉન્ટ મેયોનની આસપાસના 6 કિમી વિસ્તારને જોખમી જાહેર કરાયો

ફિલિપાઈન્સમાં માઉન્ટ મેયોન જ્વાળામુખીમાંથી ઝેરી ધુમાડો નીકળવાનું શરૂ થઇ ગયું છે. જેના કારણે એલ્બે વિસ્તારમાંથી 12 હજારથી વધુ લોકોને સલામત સ્થળે મોકલવામાં આવ્યા છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ અનુસાર જ્વાળામુખીમાંથી નીકળતા લાવાના ટુકડા 2 કિલોમીટર દૂર સુધી ઉડી રહ્યા છે.  આ લોકોના જીવન માટે જોખમ છે.

સ્વાસ્થ્ય સચિવ ટિયોડ્રો હાર્બોસાના જણાવ્યા અનુસાર, જ્વાળામુખીમાંથી નીકળતો સલ્ફર ડાયોક્સાઈડ લોકોને ખૂબ બીમાર કરી શકે છે. એટલા માટે તેમને શેલ્ટર હોમમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. માઉન્ટ મેયોન ફિલિપાઈન્સની રાજધાની મનીલાથી 330 કિમી દૂર છે અને તેને ત્યાંનો સૌથી ખતરનાક જ્વાળામુખી માનવામાં આવે છે.

સાવચેતીના ભાગરૂપે ફિલિપાઈન્સ સરકારે માઉન્ટ મેયોનના 6 કિલોમીટર સુધીના વિસ્તારને જોખમી ક્ષેત્ર તરીકે જાહેર કર્યો છે. જ્વાળામુખી સંપૂર્ણપણે ફાટે તે પહેલા જ રાહત કામગીરી માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. સ્થાનિક પ્રશાસને જ્વાળામુખી અંગે પાંચ સ્ટેપ સિસ્ટમ બનાવી છે. લોકોને તેનાથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી છે અને તે શ્વસન સંબંધી રોગોની સંભાવના હોવાનું જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.