ગુજરાતને કોરોનાથી બચાવવા ૧૮ કલાક કામ કરતા મુખ્યમંત્રી ખરા અર્થમાં લોકનાયક નિવડયાં
લોકશાહીમાં ચુંટાયેલા પદાધિકારી કે બંધારણીય હોદ્દાનું મહત્વ જરા ઓન ઓછું નથી. પરંતુ સર્વ સમાજ માટે આદરભાવ સાથે આખરે તો લોકસેવક-લોકનાયક હોવું એ જરૂરી છે. લોકોના હ્ર્દય પર રાજ કરવું એ સૌથી મહત્વની વાત છે અને આપણા મુખ્યમંત્રી વિજયભાઈએ એ પુરવાર કર્યું છે. જ્યારે એવી ખબર પડી કે કોરોના પોઝિટિવ ધારાસભ્ય એમને મળ્યા છે ત્યારથી સામાન્ય પ્રજાજન- લોકોના મનમાં મહામારી ના ડર ને કારણે ધ્રાસકો બેઠો. દરેક વ્યક્તિને એમ લાગ્યું કે અમારા મુખ્યમંત્રી કેવા જોખમ ની વચ્ચે કામ કરે છે .આ તો સરકાર ના વડા કે શાસક કરતા વધુ અમારા સ્વજન છે. અને એમના સારાં સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી. આ ઘટનાને રાજુભાઇ ધ્રુવે એક પ્રકારે અપૂર્વ અને અનન્ય ગણાવી છે.
વિજયભાઈ રૂપાણીની મુલાકાત લેનાર કોંગી ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા કોરોના સંક્રમિત હોવાનું ખુલ્યા બાદ સમગ્ર ગુજરાતમાં લોકો વિજયભાઈના સ્વાસ્થ્ય અંગે ચિંતીત બન્યા હતા.અને માત્ર ગુજરાતના જ નહીં પરંતુ દેશ વિદેશમાં વસતા લાખો ગુજરાતી ભાઈ બહેનોએ બુધવારે પોતાના ઘરોમાં રહી મુખ્યમંત્રીના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. રાજુભાઈએ વિશેષમાં જણાવ્યું હતું કે છેલ્લા ૨૫ દિવસથી અઢાર અઢાર કલાક કામ કરતા મુખ્યમંત્રીની અભૂતપૂર્વ વહીવટી પકડીને કારણે ગુજરાતમાં આ પડકારને પહોંચી વળવા આરોગ્ય સુવિધાઓમાં અકલ્પ્ય વધારો કરવામાં આવ્યો છે.દરેક જિલ્લામાં આઇસોલેશન વોર્ડ,નિષ્ણાત તબીબોની ટીમ, દવાઓનો પૂરતો જથ્થો,ચોવીસ કલાકની ઇમરજન્સી સેવા ઉપલબ્ધ હોવાને કારણે કોરોનાના દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહી છે. ગુજરાતનો એક પણ ગરીબ કે શ્રમિક મુશ્કેલીમાં ન મુકાવો જોઈએ એવા વાત્સલ્ય ભાવ સાથે એ દિશામાં અસરકારક પગલાં લેવા વિજયભાઈએ તંત્ર ને સૂચના આપી હતી અને પરિણામે આજે ગુજરાતમાં એક પણ ગરીબ કે શ્રમિક ભૂખ્યો નથી સૂતો.૬૦ લાખ રેશનકાર્ડ ધારક લોકોને વિનામૂલ્યે પૂરતું રાશન આપવામાં આવ્યું છે.વિજયભાઈ સ્વયં દરરોજ સમાજના વિવિધ વર્ગના લોકો સાથે ફોન દ્વારા સીધો વાર્તાલાપ કરી ને લોકોના સૂચનો મેળવે છે,સમસ્યાઓની જાણકારી મેળવે છે અને તેના ઉકેલ માટે ત્વરિત પગલાં લે છે. વિશેષમાં રાજુભાઈએ જણાવ્યું હતું કે કોરોના સંક્રમીતના સંપર્કમાં આવેલ દરેક વ્યક્તિએ સેલ્ફ કોરોન્ટાઇનમાં રહેવું હિતાવહ છે.અને લોકોમાં દાખલો બેસે એ હેતુથી વિજયભાઈએ પાંચ દિવસ સુધી પોતાના નિવાસ સ્થાનેથી જ કાર્યરત રહેવાનો નિર્ણય કર્યો છે.