રાજકોટના નેમિનાથ ચેરિ.ટ્રસ્ટ (કાસુમા બેરીંગ્સ) અને ‘અબતક’ મીડિયા હાઉસના સૌજન્યથી જૈન સોશ્યલ ગ્રુપ અને સમન્વય ચેરી.ટ્રસ્ટ દ્વારા બે કેમ્પો યોજાયા
રાજકોટના નેમિનાથ ચેરીટેબલ ટ્રસ્ટ (કાસુમા બેરીંગ્સ) અને અબતક મીડિયા હાઉસ દ્વારા ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં સ્વાઈનફલુ નિવારણ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદના ડો.ચૌલાબેન લશ્કરીએ હોમીયોપેથીક દવામાં એવા પ્રકારનું સંશોધન કર્યું છે કે એ મેડીસીન લેવાથી શરીરમાં એક વર્ષ સુધી સ્વાઈનફલુના વાઈરસ સક્રિય થતા નથી. જુનાગઢની સંસ્થાઓએ પણ આ સંસ્થાઓની સાથે આગળ આવી જુનાગઢમાં બે જગ્યાઓએ સ્વાઈનફલુ નિવારણ કેમ્પો યોજાયા હતા. જેમાં હજારો લોકોને ડોઝ આપી સ્વાઈનફલુથી સુરક્ષિત કરાયા હતા.
પ્રથમ કેમ્પ ઉપરકોટ, ગેબનશાહ દરગાહ પાસે, દેવવાડી ખાતે જૈન સોશ્યલ ગ્રુપના સહયોગથી યોજાયો હતો. જેમાં જતીનભાઈ પારેખ, ભાવિનભાઈ પારેખ અને કમલેશભાઈ અવલાણીનો વિશેષ સહયોગ રહ્યો હતો. દ્વિતીય કેમ્પ જિલ્લા પંચાયતના પાર્કિંગ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. જેમાં સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ ભાજપ અગ્રણી સંજયભાઈ કોરડીયા, યુનાઈટેડ ટ્રસ્ટ અને સાયન્સ મ્યુઝીયમનાં ભાવેશભાઈ જાદવ તરફથી સહયોગ મળ્યો હતો. હજારોની સંખ્યામાં સ્થાનિકોએ કેમ્પમાં ડોઝ લઈને પોતાની જાતને સ્વાઈનફલુ સામે એક વર્ષ માટે સુરક્ષિત કરી છે.