૨૧મી જૂને આંતરરાષ્ટ્રીય યોગા દિવસની વિશ્ર્વભરમાં ઉજવણી થનાર છે. ત્યારે રાજકોટમાં યોગના પ્રચાર પ્રસારમાં સિંહફાળો આપનાર પ્રોજેકટ લાઈફ અને લાઈફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા પણ આ દિવસની ઉજવણીમાં જોડાશે આમ તો રેસકોર્સ રિંગ રોડ ઉપર આવેલા પ્રોજેકટ લાઈફ બિલ્ડીંગમાં આખુ વર્ષ નિયમિત રીતે યોગના વર્ગો ચાલે છે. જેમાં પાવર યોગા યુનિટ હેલ્થી લાઈફ કલબ વુમન્સ યોગા યુનિટ, મેડિટેશન યુનિટ અષ્ટાંગ યોગા, યુનિટ, ઓબેસીટી, યુનિટ, સીનીયર સીટીઝન્સ કલબ બેઝીક યોગા યુનિટ શત કર્મ યુનિટ ગર્ભ સંસ્કાર યુનિટ, ડાયટ ક્ધસલ્ટેશન કિડસ યોગા યુનિટ, વિન્યાસા યોગા યુનિટનો સમાવેશ થાય છે. અને મોટી સંખ્યામાં ભાઈ બહેનો તેમાં જોડાઈને શરીર અને મનની તંદુરસ્તી મેળવે છે. આ યોગના વર્ગોમાં દર વર્ષે હજારો લોકો જોડાય છે. અને શરીરને સ્વસ્થ રાખે છે. તાજેતરમાં જ કેવલ્યધામથી પ્રાણાયામગૂરૂ ઓ.પી. તિવારીજીની શિબિર પણ યોજવામા આવી હતી. અને તેમાં પણ મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને યોગની તાલીમ લીધી હતી. લાઈફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના યોગ નિષ્ણાંત શિક્ષકો માને છે કે, શરીરને જુદા જુદા મુદ્રામાં ફેરવવા અથવા અશકય લાગે તે ક્રિયા કરવી તે યોગ નથી. યોગમાં વ્યંકિતના મન અને શરીર એવી રીતે મળે છે કે મન કસરત કરે છે. અને શરીરમાં કોઈ નુકશાન વિના પણ ઘણા ફાયદા થાય છે.
યોગાભ્યાસ નિયમિત રીતે કરવામાં આવે તો મોટી મોટી બીમારીઓમાં ઘણી રાહત મળે છે. અને શરીરની તંદુરસ્તી જળવાઈ રહે છે. હાલમાં પણ જાહેર જનતા માટે વિનામૂલ્યે યોગના કલાસ ચાલી રહ્યા છે. અને ૨૧મી જૂને પણ કેટલાક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ વિગત માટે પ્રોજેક્ટ લાઈફ રેસકોર્સ રિંગરોડનો અથવા મો.નં. ૮૫૧૧૩૩૧૧૩૩ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.