આંકડા મુજબ દર વર્ષે દર્દીઓને દોઢ લાખ કિડનીની જરૂરિયાત સામે માંડ ૪ હજાર કિડની ટ્રાન્સ પ્લાન્ટ થાય છે આવી જ સમસ્યા લીવર, સ્વાદુપિંડ અને આંખ માટેની છે: બ્રેઇન ડેડ વ્યકિત તેના અંગોનું દાન કરીને આઠ વ્યકિતનું જીવન બચાવી શકે છે
અંગ દાનની જાગૃતિ આપણાં દેશમાં ઓછી છે. તામિલનાડુ રાજયમાં બ્રેઇન ડેડએ નોટીફાયેબલ ડીસીસ છે. ગુજરાતમાં પણ અંગદાન ક્ષેત્રે આવો કાયદો લાવવાની તાતી જરૂરિયાત છે. આપણા દેશમાં ચોકકસ નીતિના અભાવે અંગદાનની પ્રણાલી સામે પડકારો ઉઘા થયા છે. ઇંગ્લેન્ડમાં તો સ્વાદુપિંડ અને કિડની એમ બન્ને અંગોનું એક સાથે ટ્રાન્સ પ્લાન્ટ થાય છે. વિશ્વમાં આ બાબતે સૌથી જાગૃત દેશ સ્પેન છે. દર વર્ષે ઓગસ્ટ માસમાં અંગદાન જાગૃતિ સપ્તાહન ઉજવણી કરાય છે. જાગૃતિના અભાવને કારણે અંગદાન મેળવવાની નિષ્ફળતાને કારણે દેશમાં હજારો લોકો મોતને ભેટે છે. મૃત્યુ બાદ આપણી બે આંખના ડોનેશનથી પ્રજ્ઞાચક્ષુઓના નર્ક સમાન જીવનમાં પ્રકાશ લાવી શકિએ.
૧૩મી ઓગષ્ટે વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે અર્થાત વિશ્ર્વ અંગદાન દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે સમગ્ર વિશ્વના દેશોમાં આ બાબતની જનજાગૃતિ છે જયારે આપણાં દેશમાં તેનો અભાવ જોવા મળે છે. દર ચાલિસ લાખે એક વ્યકિત અંગદાન, દેહદાનનો સંકલ્પ કરવો જરૂરી છે. પૌરાણિક શાસ્ત્રોમાં પણ શંકર પાર્વતીના પુત્રના શિરવેદ બાદ હાથીનું મસ્તક ગણેશ ઉપર લગાવે છે. જે વિશ્વનું પ્રથમ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ હશે. આપણા વેદો-પુરાણોમાં ઋષિ દધિચીના અસ્થિ- સુસત-ચરકની પ્લાસ્ટીક સર્જરીની વાતોનું પ્રમાણ મળે છે. આપણાં મૃત્યુ બાદ આપણું શરીર પંચ મહાભૂતમાં ભળી જ જવાનું છે. એના કરતાં બીજાનાં જીવન ઉજાગર કરવામાં કે શોધ સંશોધનમાં આપણું શરીર કામ આવે એ જ સૌથી મોટી જીવન સેવા ગણાશે.
વિશ્વ અંગદાન દિવસ આ પ્રત્યેની જનજાગૃતિ કેળવવાનો દિવસ છે. આપણે દાન તો કરતાં જ હોય છે, પણ અંગદાનનો સંકલ્પ સૌથી મોટું દાન છે. અંગદાન કરવાને અને ઉંમરને કાંઇ સંબંધ નથી. કોઇપણ વ્યકિત સ્વસ્થ હોય તો અંગદાન કરી શકે છે. હવે તો સરકારે આર.ટી.ઓ. ડાઇવીંગ લાયસન્સ લેતી વખતે રીન્યુ વખતે પણ આપ અંગદાનનો સંકલ્પ કરી શકો છો. ઓર્ગન શોર્ટે જ ને કારણે દર ૧૭ મીનીટી એક મૃત્યુ થાય છે. એક વ્યકિતનાં અવયવ દાનથી ૮ લોકોને નવજીવન મળે છે. મૃત્યુ બાદ ચક્ષુદાન અને બ્રેઇન ડેડ બાદ અવયવ દાન કરવું જોઇએ. આપણે ત્યાં બ્લડ ડોનેશનની જાગૃતિ બહુ જ છે પણ ઓર્ગન ડોનેશનની ઓછી છે ‘અવયવ દાન – મહાદાન’
વિદેશોની સરખામણી એ ભારતમાં અંગદાનની બાબતમાં ભારે ઉદાસીનતા છે. જેના માટે મોટા ભાગે ધાર્મિક માન્યતાઓ કારણભૂત છે. વાસ્તવિકતા એ છે કે અંગદાન એ પુણ્યનું કામ છે. બ્રેઇન ડેડ થયેલી વ્યકિત પોતાના અંગદાનથી અન્યોની જીઁદગી બચાવી શકે જેમાં હ્રદય, કિડની, લીવર, ફેફસા, સ્વાદુપિંડ, નાના આંતરકડા જેવા અંગોનું દાન કરી શકે છે. શરીરના વિવિધ અંગો સાથે નસ, હ્રદયના વાલ્વ, હાડકાના કોષો, કોર્નિયા આંખો વિગેરે પણ ડોનેટ કરી શકી એ છીએ, ભારતમાં અંગદાન માટેનો કાયદો બનાવાયો છે. આ માટે NOTTO નેશનલ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સ પ્લાન્ટ ઓર્ગેનાઇઇઝેશનની રચના કરાય છે. પરિવાર અને નજીકના સંબંધીઓ એક બીજાને ઓર્ગન ડોનેટ કરી શકે છે.
ભારતમાં લગભગ દોઢ લાખ લોકોને કિડનીની જરુર છે પણ ૧૩૦૦૦ ડોનેટ થાય છે. ૭૦ ટકા લોકો તો પ્રતિક્ષા યાદીમાં જ મૃત્યુ પામે છે. એવું જ લિવરની બાબતમાં છે જે રપ હજારની જરૂરિયાત સામે માત્ર ૮૦૦ ડોનેટ થાય છે. મા-બાપની સંમતિ લઇને બાળકના અંગોનું દાન પણ કરી શકાય છે.
કોઇપણ વ્યકિત ૧૦ વર્ષ સુધી આંખ – ચામડી, ૭૦ વર્ષ સુધી કિડની-લીવર, પ૦ વર્ષ સુધી હ્રદય ફેફસા અને ૪૦ વર્ષ સુધી હ્રદયના વાલ્વનું દાન કરી શકે છે, ઘણા લોકો એવું માનતા હોય છે કે ટ્રાન્સ પ્લાન્ટેશન અને હકુમત ઓર્ગન ખરીદ વેચાણ થઇ શકે પણ આ ખોટું છે. તેમાં ઉલ્લંધન કરનારાને દંડ તેમજ જેલની જોગવાઇ છે.
દુનિયામાં સ્પેન ૪૬.૯ ટકા ઓર્ગન ડોનેટ સાથે વિશ્વમાં પ્રથમ નંબરે છે. બાદમાં પ્રથમ પાંચમાં પોર્ટુગલ, બેલ્જિીયમ, ક્રોએશિયા અને યુ.એસ. આવે છે. વિશ્વમાં પ્રથમવાર રોનાલ્ડ હેરિ કે તેના ભાઇને કિડની દાન ૧૯૫૪માં કરી હતી. ભારતમાં પણ ખુબ જ વિકસીત કોર્નિયલ ડોનેશન પ્રોગ્રામ છે. પણ બ્રેઇન ડેથ પછીનું ડોનેશન અપેક્ષા કરતાં ઓછું છે. ૧૯૯૪માં ધ ટ્રાન્સ પ્લાન્ટેશન ઓફ હયુમન ઓર્ગન એકટ નામથી કાયદો બનાવ્યો છે. બધા રાજયોમાં અમલ સાથે ૨૦૧૧માં સુધારા બાદ ૨૦૧૨નું વર્ષ આ કાર્યક્રમનું સૌથી શ્રેષ્ઠ વર્ષહતું. બધા જ રાજયો આ બાબતે કાર્યરત છે પણ લોક જાગૃતિના અભાવે લોકો આગળ આવતા નથી. સરકારે મંજુરી પણ આપી દીધી છે કે જે તે જીલ્લાની સિવીલ હોસ્પિટલમાં આવા સેન્ટરો ઉભા કરવા પણ હજી થયા નથી.
યુવા વર્ગમાં જાગૃતિ લાવવા ઘણી સંસ્થાઓ પ્રવૃતિ પ્રોજેકટો ચલાવે છે. જેના થકી હવે લગ્ન પ્રસંગે, જન્મ દિવસે લોકો અંગદાનનો સંકલ્પ લેવા લાગ્યા છે. પણ આ કોઇ એકલ દોકલનું કામ નથી, માસ લેવલે તમામ નાગરીકો જોડાઇને જાગૃતિનો યજ્ઞ કરવો પડશે. યુવા વર્ગ જ આમાં શ્રેષ્ઠ કાર્ય કરી શકે એમ છે.
મૃત્યુ પછી આપણા અંગોથી કોઇ બીજુ જીવી શકે એ વાત વિચારવાની સાથે જ આશા, આનંદ જન્માવે છે. સામાન્ય વાત આંખના કોર્નિયાની જોઇએ તો વર્ષે બે લાખ કોર્નિયા ભારતમાં જોઇએ પણ પ૦ હજાર માંડ આવે છે આવા જાુદા જાુદા અંગોની રાહ જોતા પાંચ લાખ લોકો મૃત્યુ પામે છે.૧૩ ઓગષ્ટ ૨૦૨૦ વિશ્વ અંગદાન દિવસના રૂપમાં ઉજવાયો છે. તેનો હેતુ અંગદાન માટે જાગૃતિ ફેલાવવાનો છ.. ભારતમાં દર વર્ષે હજારો લકોના મૃત્યુ ઓર્ગન ફેઇલ થવાથી થાય છે ત્યારે જો તેમને સમયસર આવા અંગોનું દાન મળી ગયું હોત તો તે બચી શકયા હોત.
આપણે અકસ્માતમાં લાખો લોકોના મૃત્યુ થાય છે જેમાં તેને બ્રેઇન ઇન્જરી મોત થાય છે તેના બાકીનાં અંગો જે મે આંખ વિગેરે જે આપી શકાતુ હોય તે આપવા લાગશે ત્યારે જ આપણી સાચી જનજાગૃતિ ગણાશે. ડોકટરોને શોધ-સંશોધન માટે પણ હયુમન બોર્ડીની જરૂર પડે જે દેહદાન કોક કરે તો જ મેડીકલ કોલેજ મળે એ માટે પણ જાગૃતિ લાવવી પડશે.
આ સંસ્થા કરે છે, ઓર્ગન ડોનેશન જાગૃતિ કાર્ય
રાજકોટમાં જનકલ્યાણ ટ્રસ્ટના ઉમેશ મહેતા, બ્રહ્માંડ ફાઉન્ડેશનના ડેનીસ આડેસરા, રોટરી ગ્રુપના હિતાબેન મહેતા, ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ડો. સંકલ્પ વણઝારા, વિવેકાનંદ યુથ કલબના અનુપમભાઇ દોશી સાથે ચક્ષુદાનમાં ડો. ધર્મેશ શાહ અને ડો. હેમલ કણસાગરા ખુબ જ સારી કામગીરી કરીને લોકોમાં જાગૃતિ લાવવા અથાગ પરિશ્રમ કરી રહ્યા છે. અક્ષર માર્ગ, અમિન માર્ગ પ્રાઇડવનમાં ડેનીશ આડેસરા અંગદાન સંકલ્પ સેન્ટર ચલાવે છે. રસ ધરાવતા ત્યાં જઇને પણ અંગદાન કે દેહદાનના સંકલ્પ પત્રો ભરી છે. જેનો હેલ્પ લાઇન નંબર ૭૬૦૦ ૫૦૫૦૫૦ છે.