નેમિનાથ ચેરિટેબલ ટ્રસ્ટ (કાસુમા બેરીંગ્સ) અને ‘અબતક’ મીડિયા હાઉસ આયોજીત કેમ્પમાં લોકોનો ભારે ઘસારો
ગુજરાતમાં સ્વાઈનફલુનો રોગ વકરી રહ્યો છે ત્યારે નેમીનાથ ચેરીટેબલ ટ્રસ્ટ (કાસુમા બેરીંગ્સ) તથા ‘અબતક’ મીડિયા હાઉસના સૌજન્યથી રાજકોટ શહેર ઉપરાંત આજુબાજુના ગામો તેમજ શહેરોમાં સ્વાઈનફલુ પ્રતિરોધક દવાનો ડોઝ આપવાના કેમ્પો યોજાઈ રહ્યા છે. જેનો લાખો લોકો લાભ લઈ ચુકયા છે. ગઈકાલે ધોરાજી ખાતે આ કેમ્પ યોજાયો હતો. સ્વાઈન ફલુના વધતા જતા કહેરથી સૌરાષ્ટ્રને ઉગારવા નેમીનાથ ચેરીટેબલ ટ્રસ્ટ (કાસુમા બેરીંગ્સ) અને ‘અબતક’ મીડિયા હાઉસે સતત પ્રયત્નશીલ રહીને અનેક કેમ્પોનું આયોજન કર્યું છે. જે અંતર્ગત ધોરાજી ખાતે કેમ્પ યોજાયો હતો. બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલી જનમેદનીએ સ્વાઈનફલુ પ્રતિરોધક ડોઝ મેળવીને પોતાની જાતને સ્વાઈનફલુથી એક વર્ષ માટે સુરક્ષિત કરી હતી. ડો.ચૌલાબેન લશ્કરીએ સ્વાઈનફલુથી લોકોને બચાવી શકાય તેવી દવાના ૭ વર્ષના સંશોધન બાદ હોમીયોપેથી દ્વારા રીસર્ચ કરાયેલ મેડિસીનનો ફકત એક ડોઝ સ્વાઈનફલુ સામે એક વર્ષ સુધી રક્ષણ પુરુ પાડે છે. આ મેડીસીનનો ડોઝ ધોરાજીના હજારો લોકોએ લીધો હતો.