સુરેન્દ્રનગરના ભાસ્કરપરા નજીકથી પસાર થતી કેનાલ પાસે તુટેલી પાંખોમાં પક્ષીઓનાં મૃતદેહો મળતા જીવદયા પ્રેમીઓમાં રોષ
ફોરેસ્ટ વિભાગે મૃતદેહો કબ્જે કરી પી.એમ. અર્થે મોકલ્યા: પીએમ થયા બાદ જ મોતનું સાચુ કારણ બહાર આવશે
અબતક,સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં દર વર્ષે શિયાળાની સિઝનમાં વિદેશી પક્ષીઓ રણ વિસ્તાર તથા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આવતા હોય છે હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ ઝાલાવાડના મહેમાન બનતા હોય છે ત્યારે અલગ અલગ પ્રકારની પ્રજાતિના પક્ષીઓ ઝાલાવાડમાં શિયાળાની સિઝન ગાળી ત્યારબાદ વિદેશમાં પરત ફરતા હોય છે તેવા સંજોગોમાં ખાસ કરી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પેલીકન નામના પક્ષીઓ મોટી સંખ્યામાં ઝાલાવાડમાં આવે છે.ત્યારે ખાસ કરીને જે સ્થળે પાણી અને રહેવા જમવા અને વાતાવરણ અનુકૂળ થઈ જાય તેવા સ્થળે આવા વિદેશી પક્ષીઓ પોતે મહેમાનગતિ માણતા હોય છે અને શિયાળાની ઋતુમાં ઘર કરી અને ચાર મહિના ગાળતા હોય છે તેવા સંજોગોમાં ખાસ કરી પાટડી અને લખતરના અમુક ગામોમાં દર વર્ષે આવા વિદેશી પક્ષીઓ ઝાલાવાડના મહેમાન બને છે ત્યારે ઉનાળાની શરૂઆત થતાં તે પક્ષીઓ પરત ફરતા હોવાનું પણ પ્રજાજનો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.
ત્યારે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના ભાસ્કર પરા ગામ નજીક વિદેશી પક્ષીઓના મૃતદેહો મળી આવ્યા છે. એને લઈને ચકચાર મચી જવા પામ્યો છે ભાસ્કર પરા થી ગ્રામીણ વિસ્તાર તરફ જતી કેનાલ રોડ ઉપર તૂટેલી પાંખ અને અન્યા શરીરના ભાગે ઈજા થયેલી હાલતમાં પેલીકન નામ ના વિદેશી પક્ષીઓ ના મૃતદેહો મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે.આ મામલે આગળની કાર્યવાહી ફોરેસ્ટ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે અમુક મૃતદેહને કૂતરાં તાણી ગયા હોય તેવું પણ આજુબાજુના લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે પ્રાથમિક તારણ માં હાઇવોલ્ટેડ ની લાઈનો પસાર થઈ રહી છે તેના ઉપર આ પક્ષીઓ બેઠા હોય અને અચાનક કરંટ વધી જતા તેમના મોત નિપજ્યા હોવાનું દર્શાવવામાં આવ્યું છે લખતર ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા મૃતદેહો કબજે કરવામાં આવ્યા છે અને તેમને પીએમ માટે મોકલી આપવામાં આવ્યા છે.
ક્યારે પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચુ કારણ ખ્યાલ આવશે હાલની પરિસ્થિતિ મુજબ તૂટેલી પાખ અને શરીરના અન્ય ભાગો ઉપર ઈજા થયેલી હાલતમાં આ પક્ષીઓ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે જીવ દયા પ્રેમીઓ મા પણ રોષ જોવા મળી રહ્યો છે આ મામલે આગળની કાર્યવાહી ફોરેસ્ટ તંત્ર હાથ ધરી છે ત્યારે ઉલ્લેખનીય છે કે શિયાળાની સિઝન ગાળી અને પરત ફરી રહેલા પેલિંગકન પક્ષીઓના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે.