ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અને ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિ: કોર્પોરેટર મુકેશ રાદડીયા અને તેમની ટીમના કાર્યની સરાહના

શહેરનાં ઉપલા કાંઠા વિસ્તારમાં ચંપકનગર સાર્વજનીક ગણેશ ઉત્સવ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૨મી જન્મ જયંતિ નિમિતે ચંપકનગર ખાતે નિ:શુલ્ક સર્વરો નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.  આ કેમ્પમાં બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં શહેરનાં નામાંકીત ડોકટરો ઉપસ્થિત રહી લોકોને સારવાર આપી હતી.કેમ્પમાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ ડે.મેયર દર્શીતાબેન શાહ વોર્ડ નં.૬ના કોર્પોરેટર મુકેશ રાદડીયા, દેવુબેન જાદવ, દલસુખભાઈ જાગાણી, સહિતના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ તકે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતુકે, સરદાર પટેલ અખંડ ભારતના શિલ્પી હતા. તેમના જીવનમાંથી ઘણા ગુણો માણસે શીખવા જેવા છે. તેમના એકતા ગુણને ધ્યાનમાં રાખીને આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી જરૂરીયાતમંદ લોકો જે પૈસાની અછતના કારણે દવા તથા મેડીકલના ખર્ચ નથી ઉપાડી શકતા તેમને સારવાર મળે. આ ઉપરાંત જો કોઈ મેજર ઓપરેશન હોય તો પણ અમુક સંસ્થામાં રાહત ભાવે ઓપરેશન પણ કરી આપવામા આવશે.વધુમાં મુકેશભાઈ રાદડીયાએ જણાવ્યું હતુ કે, ચંપકનગર સાર્વજનીક ગણેશ ઉત્સવ દ્વારા અલગ અલગ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરતા આવી છીએ. જેમાં સતત બીજા વર્ષ આ નિ:શુલ્ક કેમ્પનું આયોજન કરવામા આવ્યું છે. જેમાં ગરીબ અને જરૂરીયાત મંદ લોકોને નિ:શુલ્ક સારવાર તથા દવાઓ પણ આપવામાં આવશે.ડે. મેયર દર્શીતાબેન શાહેએ જણાવ્યું હતુ કે સરદાર પટેલ અખંડ ભારતનાં પ્રણયતા અને શિલ્પી છે. ત્યારે તેમની જન્મ જયંતી નિમિતે આ પ્રકારનાં કેમ્પના આયોજન દ્વારા લોકોને નિ:શુલ્ક સારવાર પૂરી પાડવામાં આવે છે. જેથી ગરીબ પરિવારના લોકો નામાંકીત ડોકટરો પાસેથી નિ:શુલ્ક સારવાર મેળવી શકે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.