ભૂલનો સ્વીકાર કરી ક્ષતિઓ નિવારવાની કામગીરી શ‚

હાલ, જે-તે ફેરફારો બોર્ડની વેબસાઈટ પર મુકાશે

ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત ધો.૧૦ની પાઠય પુસ્તકમાં મોટા-નાના ઉચ્ચારો અને વિવિધ ચિહ્નોની અસંખ્ય ભૂલો સામે તથા અંગ્રેજીમાંથી ઉઠાવીને સીધા શબ્દો મુકાયા હોય તેવી હજારો ભુલો સામે આવી છે. ત્યારે એ જાણવું જ‚રી છે કે આ વર્ષે ૩ લાખ કરતા વધારે વિદ્યાર્થીઓ ધો.૧૦ની પરીક્ષા આપવાના છે તો શું તેઓ આવી ભુલો વાળા પુસ્તક વાંચીને પરીક્ષા આપશે ?

રસપ્રદ બાબત તો એ છે કે આ પુસ્તક બનાવવા માટેનું કામ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ભાષાના શિક્ષકોને સોંપવામાં આવ્યું હતું. રાજય સરકારે પુસ્તકોની આભુલોને સ્વિકારી છે. તેમજ તેમા સુધારણા માટેનું કાર્ય સરકારી અધિકારીઓ દ્વારા ચાલી રહ્યું છે. આ ભુલો માટે પ્રુફ રીડરો જવાબદાર હોવાનું સરકારના અધિકારીઓ જણાવી રહ્યા છે.

ગુજરાત સ્ટેટ બોર્ડ ઓફ સ્કૂલ બુકસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગત વર્ષે ધો.૧૨ની ગુજરાતી પાઠય પુસ્તકોમાં આવી જ ક્ષતિઓ સામે આવ્યા બાદ હવે તેને ક્ષતિરહિત બનાવવામાં આવી છે. ત્યારે હવે આજ રીતે ધો.૧૦ના પાઠય પુસ્તક માટે કામગીરી હાથધરીને તેને ક્ષતિરહિત બનાવવામાં આવશે.

પાઠય પુસ્તક બહાર પાડવાની પઘ્ધતિ મુજબ આ કાર્ય લેખકો અને વિષયના નિષ્ણાંતો દ્વારા તેને બનાવવામાં આવે છે. ત્યારબાદ તેને પ્રુફરીડર્સને એક નહીં પણ ત્રણ વખત સોંપવામાં આવે છે. ત્યારબાદ તે મટીરીયલની સીડી બનાવવામાં આવે છે અને પુસ્તક પ્રકાશિત કરતા પહેલા તેને નિષ્ણાંતોનો અભિપ્રાય લઈ ત્યારબાદ છાપવામાં આવે છે. ત્યારે આ પ્રકારની ભુલો સામે આવી છે તો તેના માટે જે-તે વ્યકિતએ તેને સોંપાયેલ કાર્ય યોગ્ય રીતે નથી કરાયું એવું અધિકારીએ જણાવ્યું હતું.

ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા આ બાબતની ચકાસણી કરી દસ દિવસની અંદર જવાબ આપવામાં આવ્યો હતો. જે-તે ફેરફારો બોર્ડની વેબસાઈટ પર મુકી સ્કૂલોને તે મેન્યુઅલી ફેરફાર કરવા માટે જણાવવામાં આવ્યું છે કે જયાં સુધી નવી એડીશન છપાઈને બહાર ન પડે એવું એક અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.