સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા જળાશયોમાં પણ નવા નીરની આવક થવા પામી છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ તાલુકામાં સારા વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા તળાવમાં નવા પાણીની આવક થઇ છે અને હાલ છલોછલ પાણીથી ભરાઇ ચૂક્યા છે તેવા સંજોગોમાં જિલ્લાના અનેક તળાવો છેલ્લા અનેક વર્ષોથી સાફ સફાઈ ન કર્યા હોય જેને લઇને આ તળાવના પાણી ગંદા બની જવા પામ્યા છે અને જે નું ટીડીએસ પણ વધારે આવી રહ્યું છે.

અને આવા તળાવો માં રહેલું પાણી હવે વાપરવા લાયક ન રહ્યું હોવાનું પણ આરોગ્ય તંત્ર અને પાણી પુરવઠાની ટીમ દ્વારા જણાવવામાં આવ્યું છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના રાજપર ગામમાં આવેલું તળાવ પણ છેલ્લા અનેક વર્ષોથી સાફ સફાઇના અભાવે પાણી ગંદુ બની જવા પામ્યો છે અને કેમિકલ યુક્ત બની જવા પામ્યું છે.જેને લઈને અવાર-નવાર રાજપર ગામમાં આવેલા તળાવમાં જળસંચય પ્રાણીઓના મોત નિપજ્યા છે.

ત્યારે એક જ રાત્રિમાં સુરેન્દ્રનગર જિલ્લાના રાજપર ગામમાં આવેલા તળાવમાં 20,000થી વધુ માછલીઓના મોત નિપજવા પામ્યું છે.જેને લઈને ગ્રામજનોમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે બીજી તરફ રાજપર ગામમાં રાત્રી દરમિયાન માછલા ના મોત થતાં તળાવ આખું મરેલા માછલા થી ભરાઈ ચૂક્યો છે. જેને લઇને જીવ દયા પ્રેમીઓ અને રાજપર ગામના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

તેવા સંજોગોમાં એક જ રાત્રિમાં 20,000 જેટલા માછલાઓ ના મૃતદેહ તળાવ માં તરતા નજરે પડ્યા છે અને અમુક માછલાં આ મૃતદેહો નદી કાંઠે આવી અને દુર્ગંધ ફેલાવી રહ્યા છે જેને લઇને ગ્રામજનોમાં પણ શોકની લાગણી વ્યાપી જવા પામી છે ત્યારે આ મામલે તાત્કાલિકપણે સુરેન્દ્રનગર વિકાસ અધિકારી તેમજ સરપંચ અને તલાટી નો સંપર્ક સાધી અને પાણીના નમૂના લેવામાં આવે અને યોગ્યતા પૂર્વક કરી લેબ ટેસ્ટિંગ કરવામાં આવે તેવી ગ્રામજનોએ માંગણી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.