ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો, સાધુ-સંતો અને ભારે મેદનીએ જય જગન્નાથના જય ઘોષથી શહેરને ગુંજવી દીધું
બે વર્ષ બાદ નીકળી ભગવાન જગન્નાથની જળયાત્રા, ભક્તો મન મૂકીને નાચ્યા
ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પ્રથમ ચરણએવા જળયાત્રાનું બે વર્ષ બાદ આયોજન થતાં ભાવિકોમાં ભારે ઉત્સહ જોવા મળી રહ્યો છે 145 ની રથયાત્રા જગન્નાથ જી ને લોકગીત કરવામાં આવ્યું હતું સાબરમતી માંથી 108માં જળ ભરીને જગન્નાથજી ની રથયાત્રા નિજ મંદિરે પરત ફરી હતી જેમાંબળદગાડા બેન્ડવાજા સાથે નીકળેલી ભગવાનની જળ્યાત્રને રથયાત્રા નો પહેલો પડાવ માનવામાં આવે છે. અષાઢી બીજના દિવસે યોજાતી ભગવાન જગન્નાથજીની રથ યાત્રા પહેલા જળ યાત્રાનું ભારે મહત્વ છે આજે ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનો ની ઉપસ્થિતિમાં રથયાત્રા પહેલાં ની યાત્રા માં મોટી સંખ્યામાં ભાવિકો હાજર રહ્યા હતા બે વર્ષ બાદ જળયાત્રા નીકળી હતી સાબરમતી નદીના કીનારે ગંગા પૂજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જળાભિષેક સાથે બળદગાડાથી બેન્ડવાજા સાથે નીકળેલી રથયાત્રામાં હજારો લોકો જોડાયા છે
ભગવાન જગન્નાથજી ની રથયાત્રા પૂર્વે ભગવાન નો ભાવ મોસાળે જાય છે અને આજે ભગવાનના મોસાળમાં આગમનને લઇ ને ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.સાંજે 4 વાગ્યે સરસપુર ખાતે આવેલા રણછોડરાય મંદિરમાં ભગવાન પોતાના મોસાળમાં જશે. જ્યાં તેઓ 15 દિવસ સુધી રહેશે. 24 જૂને ભગવાનનું મામેરૂ ભરાશે.અહીં વેદાંત પંડિતોની ઉપસ્થિતિમાં સાબરમતી નદીનું પૂજન કરવામાં આવ્યું હતું. જ્યાં શોડષોપચાર પૂજા વિધિ કરવામાં આવશે. ત્યારબાદ 108 ભરેલા કળશ વાજતે-ગાજતે નિજમંદિર લઈ જવાશે. મહત્વનું છે કે, ભગવાન જગન્નાથની જળયાત્રા ભાગરૂપે બળદગાડા, હાથી અને બેન્ડવાજા સહિતની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી જમાલપુર નિજ મંદિરે પહોંચ્યા હતા. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, જળયાત્રામાં અનેક સંત મહંતો જોડાતા હોય છે, પરંતુ બે વર્ષ બાદ ફરી ધામધૂમ પૂર્વક રથયાત્રા થવાની છે ત્યારે દેશભરના મોટા સંતો આજની જળયાત્રામાં જોડાયા છે. આપણા રાજ્યના લોકો અને દેશભરના લોકો અમદાવાદની રથયાત્રાના દર્શન કરવા માટે રાહ જોતા હોય છે. આ વર્ષે શહેરીજનો અને બહારથી આવતા લોકો રથયાત્રાના દર્શન સારી રીતે કરી શકે તેના માટે અમદાવાદ પોલીસ દ્વારા તેની વ્યવસ્થા કરી લેવામાં આવી છે. વર્ષોવર્ષથી આખું અમદાવાદ જાણે એક ભાઈચારાથી ભેગા થઈને આ યાત્રાનું આયોજન કરતા હોય છે અને દર વર્ષે રથયાત્રા નીકળે છે.
આ જળયાત્રા મહોત્સવમાં મુંબઈ અને ડાકોરના પ.પૂ મંગળપીઠાધીશ યજ્ઞસમ્રાટ ટીલાદ્વારા ગાધાચાર્ય 1008 માધવાચાર્ય મહારાજ, અન્ય સાધુ સંતો, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત શહેરના તમામ ધારાસભ્યો, સાંસદો, મેયર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ હાજર રહયા હતા.